________________
જૈન દર્શન
પ્રથમ ખંડ
ઉપક્રમ
જગત્ શી વસ્તુ છે?” એને વિચાર કરતા તે માત્ર બે જ તવરૂપ માલૂમ પડે છે–જડ અને ચેતન. આ બે તત્ત્વ સિવાય સંસારમાં ત્રીજું તત્વ નથી. સમગ્ર વિશ્વના સમગ્ર પદાથે આ બે તત્તમાં આવી જાય છે. આ મૂળભૂત પદાર્થોને દ્રવ્ય” સંજ્ઞાથી સામાન્યપણે ઓળખવામાં આવે છે.
જેમાં ચૈતન્ય નથી-લાગણી નથી, તે જડ છે. એથી વિપરીત-ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આત્મા, જવ, ચેતન એ બધા એક અર્થને કહેનારા પર્યાય શબ્દ છે. જ્ઞાનશક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org