________________
: ૪૫૪ :
જૈન દર્શન ન ધરતાં એ વિશેને ઇન્કાર કરે તે તે અપરસંગ્રહાભાસ બની જાય છે.
સંગ્રહાભાસના ઉદાહરણમાં સાંખ્યદર્શન તથા અદ્વૈતવાદનાં દશનને મૂક્વામાં આવે છે.
સંગ્રહના વિષયભૂત સત્ તત્વનું “જે સત્ તે દ્રવ્ય અથવા પર્યાય; જે દ્રવ્ય તે જીવાદિ અનેક પ્રકારનું જે જીવ તે મુક્ત તથા સંસારી” ઈત્યાદિ પ્રકારે વિભજન-વિશ્લેષણ ( વિભાગશઃ વિવેચન) કરનાર વ્યવહાર નય છે, પણ જ્યારે એ દ્રવ્ય-પર્યાયના વિભાગને અપારમાર્થિક (ટા) કહી નાખે (કેવલ ભેદગામી બની અભેદને વખોડી કાઢે) ત્યારે વ્યવહારાભાસ બને છે. વ્યવહારાભાસના ઉદાહરણમાં ચાવક દર્શનને મૂકવામાં આવે છે.
જુસૂત્ર માત્ર વર્તમાન ક્ષણના પર્યાયને સ્વીકારે છે, પણ જ્યારે એ દ્રવ્ય-પર્યાયના સંબંધનો-સ્થાયી દ્રવ્યને સર્વથા અ૫લાપ કરે ત્યારે જુસૂત્રાભાસ બની જાય. બૌદ્ધદર્શન પ્રતિક્ષણ વિનશ્વર પર્યાને જ વાસ્તવિકતયા માનનાર અને એમના (એ પર્યાના) આધારભૂત ત્રિકાલ સ્થાયી દ્રયને ઈન્કાર કરનાર દર્શન તરીકે ગણાયું છે, એવું કોઈ દર્શન જુસૂત્રાભાસના ઉદાહરણમાં બતાવવામાં આવે છે. તે
કાલ, લિંગ વગેરેના ભેદે શબ્દના અર્થભેદનું જ એકાતે સમર્થન કરે તે શબ્દાભાસ. ભૂતકાલપ્રયુક્ત અને વર્તમાનકાલપ્રયુક્ત “રાજંગૃહ’ શબ્દ એકાંતે જુદું જ “રાજગૃહ જણાવે છે એમ માનવું એ શબ્દાભાસનું ઉદાહરણ. પર્યાયશબ્દોને જુદો જુદો જ અર્થ માનવાને એકાંત આગ્રહ રાખવે એ સમાભિરૂઠાભાસ. એવંભૂત નય, શબ્દમાંથી નીકળતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org