________________
પંચમ ખંડ
': ૪૫૩ :
આ ઉપરથી દ્રમાર્થિક નયના અભિપ્રાયે સુવર્ણ એક છે અને પર્યાયાર્થિક નયના અભિપ્રાયે અનેક. કેમકે સુવર્ણના ભિન્ન ભિન્ન પર્યાયમાં સુવર્ણ સામાન્ય એક છે, પણ તેના પર્યાયે જુદા જુદા છે. આ પ્રકારના એક-અનેકને આશ્રીને સપ્તભંગી ચાલે. આમ, એકત્વ-અનેકત્વ અન્યત્ર સર્વત્ર ઘટાવી શકાય.
સૂક્ષમતાથી જોઈએ તે મુખ્યત્વેન બે પ્રકારની જ દૃષ્ટિ કામ કરે છે? અભેદદષ્ટિ અને ભેદદષ્ટિ. દ્રવ્યાર્થિક નય અભેદદષ્ટિ પર અને પર્યાયાર્થિક નય ભેદદષ્ટિ પર છે. “નૈગમ” આદિ ન, અભેદગ્રાહી તથા ભેદગ્રાહી એવા-મૂળભૂત આ બે નયને જ વિસ્તાર છે. સિદ્ધસેન દિવાકરે અભેદસંકલ્પી નૈગમને સંગ્રહમાં તથા ભેદસંકલ્પી નૈગમને વ્યવહારમાં સમાવિષ્ટ કરી નગમને પૃથક નય માન્ય નથી. એમના અભિપ્રાય સંગ્રહાદિ છે નય છે.
હવે નભાસ (દુર્નય) પણ જોઈ લઈએ.
ધર્મ–ધમ, ગુણ-ગુણી વગેરેને એકાંત ભેદ માનતે મત-કેવલ ભેદની બાજુ સ્વીકારી અભેદને તિરસ્કારનાર મત-નૈરામાભાસ છે. આના ઉદાહરણમાં તૈયાયિક-વૈશેષિક દર્શનને મૂકવામાં આવે છે.
સંગ્રહનયના પરસંગ્રહ તથા અપરસંગ્રહ એમ બે ભેદે હાઈ, સમગ્ર વિશ્વ સરૂપે એક છે એમ માત્ર સને શુદ્ધ દ્રવ્ય માનતે પરસંગ્રહ સમગ્ર વિશેષ તરફ ઉદાસીન રહે છે; પણ ઉદાસીન ન રહેતાં જે વિશેષને ઈન્કાર કરે તે તે પરસંગ્રહાભાસ બની જાય છે.
જીવ, પુદ્ગલ, કાળ વગેરે દ્રવ્યને દ્રવ્યવરૂપે એક માનતે. અપરસંગ્રહ તેમને વિશેષે તરફ ઉપેક્ષા ધરે છે, પણ ઉપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org