________________
: ૪પ૦ :
જૈન દર્શન ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ્ય નામ વાપરી શકાય એમ એવભૂત નય માને છે.
સમભિરૂઢ” નય શબ્દોના જુદા જુદા અર્થ જણાવે છે એ આપણે ઉપર જોયું, પણ યોદ્ધો જ્યારે યુદ્ધ કરતે ન હોય (યુદ્ધકાર્યમાં પ્રવર્તમાન ન હોય, લડાઈને પ્રસંગ ન હોય, મકાનમાં નિરાંતે રહેતે હોય) ત્યારે તે વખતે તેને માટે “દ્ધો” શબ્દને પ્રવેશ કરવા સામે એ વધે નહિ લે, પણ “એવંભૂત” નય લેવાને. તે કહેશે કે તો યુદ્ધની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન હોય ત્યારે જ તેને “ ” કહી શકાય એ જ પ્રમાણે પૂજારી પૂજાક્રિયામાં પ્રવર્તમાન હોય ત્યારે જ તે વખતે જ તેને “પૂજારી” કહી શકાય. કઈ પણ શબ્દ ક્રિયાને અર્થ બતાવે જ છે. એટલે, જે શબ્દની વ્યુત્પત્તિમાંથી જે ક્રિયાને ભાવ નીકળતું હોય તે ક્રિયામાં તે શબ્દનો અર્થ (તે શબ્દની અર્થરૂપ વસ્તુ) પ્રવર્તમાન હોય ત્યારે જ તેને તે શબ્દથી કહી શકાય. દરેક શબ્દ કેઈ ને કઈ ધાતુથી બનેલે હઈ કઈ ને કઈ ક્રિયા સાથે સમ્બન્ધ રાખે છે. “સમધિરૂઢ” નય, શબ્દમાંથી નીકળતી “ક્રિયા' એના અર્થભૂત પદાર્થમાં ક્યારેક કોઈ વખત જોયા પછી ગમે ત્યારે એ અર્થ(વસ્તુ)માં એ શબ્દનો પ્રયોગ કરશે-એ ક્રિયા એ અર્થ(વસ્તુ)માં વર્તમાન હોય કે ન હોય, પરંતુ એવંભૂત” નય એ ક્રિયા એ અર્થ(પદાર્થ)માં જ્યારે પ્રવર્તતી હોય અને જ્યાં સુધી પ્રવર્તતી રહે ત્યારે જ અને ત્યાં સુધી જ તે શરદને તે પદાર્થમાં પ્રયોગ કરશે. ક્રિયાના અભાવમાં તે શબ્દને તે પદાર્થ માટે અપ્રજ્ય કહેશે. આ નયના મતે દરેક શબ્દ ક્રિયાશબ્દ છે.
વ્યવહારમાં જોઇ શકાય છે કે કોઈ રાજકર્મચારી જયાં સુધી પિતાના કાર્ય (-Dty ) પર હેય તે સમય દરમ્યાન તેની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org