________________
પંચમ ખંડ
ભવાપણું, માણસેનું રક્ષણ કરવાપણું અને પૃથ્વીનું પાલનપિષણ કરવાપણું એ બધાને આધાર એક વ્યક્તિ હોવાથી એ અર્થોને જણાવતા એ [ રાજા, નૃપ, ભૂપતિ ] શબ્દ પર્યાયવાચી બની ગયા છે, પણ વસ્તુતઃ એમને અર્થ જુદો જુદે છે એવા મતને આ નય, ઉપર કહ્યું તેમ, જુદા જુદા પર્યાય શબ્દોના પણ તેમની જુદી જુદી વ્યુત્પત્તિ અનુસાર જુદા જુદા અર્થ માને છે. પ્રત્યેક શબ્દ મૂળમાં તે પૃથફ અર્થ બતાવનાર હોય છે, પછી કાલાન્તરે વ્યક્તિ અને સમૂડમાં પ્રયુક્ત થતાં થતાં પર્યાયવાચી બની જાય છે. “સમભિરૂઢ' નય એમના પર્યાયવાચિત્વને નહિ ગણકારી એ પ્રત્યેક શબ્દને મૂળ અર્થ પકડે છે–ઉપર જોયું તેમ.
એવંભૂત. આ નય કહે છે કે જે વ્યુત્પત્તિભેદથી અર્થ ભેદ માનવામાં આવે તે એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતે હોય ત્યારે જ તે શબ્દને તે અર્થ સ્વીકારે અને તે શબ્દ વડે તે અર્થનું કથન કરવું, બીજા વખતે નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહ્નોથી ભવાની યેગ્યતા ધરાવવી અને મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી એટલું જે “રાજા” અને “નૃપ” કહેવડાવવા માટે બસ નથી, પણ તેથી આગળ વધી, જ્યારે ખરેખર રાજચિહ્નોથી શોભિતપણું વર્તતું હોય ત્યારે જ અને ત્યાં સુધી જ “રાજા” કહેવડાવી શકાય તે જ પ્રમાણે, ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર “પ” કહેવડાવી શકાય અર્થાત્ ત્યારે જ તેવી વ્યક્તિ વિષે “રાજા” અને “પ” શબ્દને પ્રયોગ વાસ્તવિક ઠરે. આ જ રીતે જ્યારે કઈ ખરેખર સેવામાં લાગેલ હોય ત્યારે જ અને તેટલી જ વાર તે “સેવક” નામ ધરાવી શકે. આમ, જ્યારે ખરેખરું કામ થતું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org