________________
= ૪૪૮ :
જૈન દર્શન વાજબી ઠરશે તેને વિવેકપૂર્વક વિચાર કરવાની જરૂર પ્રત્યેક પ્રસંગે રહેશે.
" કઈ બદસુરત પુરુષનું નામ સુંદરલાલ અને કઈ દરિદ્ર બાઈનું નામ લક્ષમી પાડેલું હોય તે પણ નૈગમવાળે તેમને સ્વાભાવિકતયા તેમનાં પાડેલાં તે નામથી બેલાવશે, અને શબ્દનયવાળાને તેમ કરવું ગમે તેટલું કઠતું હશે તે પણ તેને તે પ્રસંગે નૈગમનયની મુખ્યતા હોવાથી નૈગમનયને અનુસરીને તેમને તેમનાં પડેલાં તે નામથી બેલાવ્યા સિવાય છૂટકે થવાને નથી.
શબ્દ” નય એક અર્થને (વસ્તુને) કહેનાર અનેક જુદા જુદા શબ્દ(પર્યાયવાચી શબ્દ)માંથી કઈ પણ એક શબ્દને તે અર્થ (તે વસ્તુ ) દર્શાવવા માટે વાપરવાનું અયોગ્ય માનતા નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ કાળ, લિગ આદિના ભેદે અર્થભેદ માને છે.
સમધિરૂઢ, આ નયની દૃષ્ટિમાં પ્રત્યેક શબ્દને અર્થ જુદે જુદો છે. “શબ્દ”નયે કાળ, લિંગ વગેરેના ભેદથી અર્થને ભેદ માળે, પણ કાળ આદિને ભેદ ન હતાં પર્યાયવાચી શબ્દોમાં [ ઈન્દ્ર, પુરન્દર, શક્ર વગેરે અનેક પર્યાયવાચી શબ્દોમાં ] અર્થભેદ માન્ય નથી, ત્યારે આ નય શબ્દના જ ભેદથી અર્થ. ભેદ માને છે. શબ્દ ભિન્ન તે અર્થ ભિન્ન એ એને મત છે. આથી રાજા, નૃપ, ભૂપતિ વગેરે એકાÁવાચી મનાતા પર્યાય શબ્દોને પણ એમની (એ શબ્દોની) વ્યુત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ એ કલ્પ છે. એ કહે છે કે રાજચિહ્નોથી રાજે (શેભે) તે “રાજા”; માણસેનું રક્ષણ કરે તે “નૃપ; પૃથ્વીનું પાલન-પોષણ કરે તે “ભૂપતિ. રાજચિહોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org