________________
પંચમ ખંડ
૪૪૭ : શબ્દનો પ્રયોગ કરશે. સંસ્કૃત ભાષામાં બેને માટે દ્વિવચન અને બેથી વધુને માટે બહુવચન વાપરશે.] વસ્તુને ક્રિયા સાથે જેવા પ્રકારને (કર્તા, કર્મ, કરણ, સમ્પ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ) કારક સંબંધ હશે તે દર્શાવવા તેને અનુરૂપ વિભક્તિવાળે શબ્દ વાપરશે. “રાજાને પુત્ર” એમાં રાજા સાથે પુત્રને સગપણ-સંબંધ, “રાજાને મહેલ” એમાં મહેલ સાથે રાજાને માલિકપણાને સંબંધ, ‘માટીને ઘડે” એમાં ઉપાદાન સાથે કાર્યને સંબંધ, “મારે હાથ, પગ વગેરેમાં અને ખુરશીને પા” વગેરેમાં અવયવ- અવયવીને સંબંધ દર્શાવાય છે. આવા બધા સંબંધે છઠ્ઠી વિભક્તિથી બતાવાય છે.
અહીં પ્રસંગતઃ જણાવવું ઉપગી છે કે જે પ્રસંગે જે નય ઉપયોગી હોય તે પ્રસંગે તે નયનું પ્રાધાન્ય સ્વીકાર્યા સિવાય છુટકો નથી. વ્યવહાર નયના પ્રસંગે સંગ્રહ નયને ઉપયોગ કરીએ તે પત્ની, માતા, બહેન, શેઠ, નેકર વગેરે વચ્ચેને ભેદ રહેશે નહિ અને અનેક ગોટાળા થવા પામશે. સંગ્રહ નયના સ્થળે કેવળ વ્યવહાર નયને ઉપયોગ કરવામાં આવે તે ઠામ ઠામ જુદાઈ જ જુદાઈ જણાશે અને પ્રેમભાવનાને નાશ થઈ છીનાઝપટીને ઉત્તેજન મળશે. જ્યાં શબ્દ નયની ઉપયોગિતા છે ત્યાં નૈગમ નયને લાગૂ પાડતાં જેનામાં સાધુત્વના કંઈ પણ ગુણે નહિ હોય એવા કેવળ સાધુવેષધારીને નૈગમનયવાળે સાધુ કહેશે, અને વેષ ઉપરાંત બાહા ક્રિયા કરનારને વ્યવહારનયવાળે સાધુ કહેશે, પરંતુ શબ્દ નયવાળા એ બંનેને દંભી ગણી અસાધુ જ કહેશે અને જેમાં ખરી સાધુતા હશે તેને જ સાધુ કહેશે. આવા પ્રસંગે મુખ્યતા શબ્દનયની છે. એટલે ક્યા પ્રસંગે કથા નયને ઉપગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org