________________
જૈન દર્શન હોય તે તે ભેદને લીધે એકાWવાચી શબ્દોને પણ અર્થભેદ માને છે. લેખક પિતાના સમયમાં “રાજગૃહ” નગર મોજૂદ હેવા છતાં પૂર્વકાળનું જુદા પ્રકારનું હેવાથી અને તેનું વર્ણન લેખકને પ્રસ્તુત હોવાથી તેને “હતું” લખે છે તે કાળભેદે અર્થભેદને વ્યવહાર આ નયને આભારી છે.
જરા વિગતથી વિવેચના કરીએ.
જે શબ્દ જે અર્થને (વસ્તુને) વાચક કે સૂચક હોય તે અર્થને-તે વસ્તુને દર્શાવવા તે જ શબ્દ વાપરવાની “શબ્દ” નય કાળજી રાખે છે. એ વસ્તુ ગમે તે કઈ વ્યક્તિ (પ્રાણી અથવા પદાર્થ) હોય, ગુણ હોય, ક્રિયા હોય અથવા સંબંધ હોય. પ્રાણુઓમાં નર અથવા નારીને ભેદ (લિંગભેદ) હશે તે તે દર્શાવવા પ્રસ્તુત નય જુદા જુદા શબ્દોને પ્રયોગ કરશે. જેમકે પુરુષ, સ્ત્રી ગર્દભ, ગર્દભી, કુતરે, કુતરી, મોર, હેલ, પુત્ર, પુત્રી વગેરે એકબીજાની સરખામણીમાં એક મોટું અને બીજું નાનું હશે તે તે પરિમાણભેદ દર્શાવવા આ નય જુદા જુદા શબ્દ વાપરશે. જેમકે લેટો, લેટી; ટેકરે, ટેકરી; કુ, કુઈ, પહાડ, પહાડી, પાલે, પ્યાલી વગેરે એક જ માણસ જુદા જુદા માણસેના સંબંધે જુદું જુદું સગપણ ધરાવતા હશે તે તે માણસના સંબંધમાં બેલતાં પ્રત્યેક સગપણ સંબંધ જુદે જુદે જણાવવા જુદા જુદા શબ્દોને ઉપગ કરશે. જેમકે કાકે, ભત્રીજે મામે, ભાણેજ; બાપ, દીકરે; સસરે, જમાઈક વગેરે. (આ બધા સાપેક્ષ સંબંધના દાખલા છે.) કઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તે ભૂતકાળ, વર્તમાનકાળમાં થતી હશે તે વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થવાની હશે તે ભવિષ્યકાળ વાપરવાની આ નય કાળજી રાખશે. વસ્તુ જે એક હશે તે એકવચની અને અનેક હશે તે બહુવચની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org