________________
જૈન દર્શન કથન થાય છે, જે, સંગ્રહનયની દૃષ્ટિ છે. લૌકિક ઉદાહરણ પણ જોઈ શકાય છે કે કપડાની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાપણનું સામાન્ય તત્વ દષ્ટિ સામે રાખી વિચારવું કે અહીં એક કાપડ જ છે, એ સંગ્રહનયને દાખેલે છે.
સંગ્રહ” નય “સામાન્ય” તત્વને આશ્રિત હોઈ, “સામાન્ય જેટલું વિશાળ એટલે તે સંગ્રહનય વિશાળ, અને “સામાન્ય જેટલું નાનું, એટલે તે સંગ્રહ નય ટૂંકે. પણ જે જે વિચારે
સામાન્ય’ તત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય તે બધા જ સંગ્રહની શ્રેણીમાં મૂકી શકાય.
વ્યવહાર સામાન્યરૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વીગતવાર ન સમજી શકાય માટે તેની વિશેષ સમજ આપવા માટે વિશેષ પ્રકારે તેના ભેદ પાડી તેનું પૃથક્કરણ કરી બતાવનાર વિચાર વ્યવહાર નય કહેવાય છે. સામાન્ય કાપડ કહેવાથી તેની વિશેષ જાતેની ખબર ન પડે, માટે તેની વિશેષ જાતે બતાવવા રૂપે તેના ભેદો કરવા પડે એ “વ્યવહાર” નયની બાબત છે. આ દાખલા પ્રમાણે સમજી શકાય કે સતરૂપ વસ્તુ જડ અને ચેતન એમ બે પ્રકારે બતાવવી અને એ બે પ્રકારનું પણ ભેદબહુલ વિસ્તૃત વિવેચન કરવું એ “વ્યવહાર” નયની પ્રવૃત્તિ છે. આત્મા એક છે” એમ “સંગ્રહ નયે કહ્યું, પણ એના (આત્માના) ભેદ તેમ જ પેટાદે પાડી એ બધાને વિશેષ વિવેચનથી બતાવવા એ “વ્યવહાર નથની પદ્ધતિ છે. ટૂંકમાં, એકીકરણરૂપ બુદ્ધિ વ્યાપાર એ “સંગ્રહ અને પૃથક્કરણરૂપ બુદ્વિવ્યાપાર એ વ્યવહાર
: : : હજુસૂત્ર, વસ્તુના માત્ર વર્તમાન પર્યાય તરફ આ નય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org