________________
પંચમ ખંડ
:૪૪૩ : એવાં બધાં ઉપચારમૈગમનાં ઉદાહરણે છે.
આમ વિવિધ લેકરૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મનારા વિચાર-વાવ્યાપાર નૈગમનયની કેટીમાં મુકાય છે.
નૈગમનય ધર્મ અને ધમી પૈકી કઈ એકને ગૌણુરૂપે અને બીજાને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જેમકે, જીવના સ્વરૂપનિરૂપણમાં એના જ્ઞાનાદિ ગુણે ગૌણરૂપ હોય છે, અને જ્ઞાનાદિ ગુણેના વર્ણનમાં જીવ ગૌણરૂપે હોય છે. ગુણ-ગુણ, ક્રિયા-કિયાવાન, અવયવ-અવયવી તથા જાતિ-જાતિમાન્ એમની વચ્ચેના તાદામ્ય ( અભેદ)ને આ નય સ્પર્શત નથી. એ બધા વચ્ચે (જેમકે ગુણ અને ગુણ વચ્ચે) એ ભેદને જુએ છે. એમનામાંના (ગુણ –ગુણી વગેરેમાંના) કેઈ એકને મુખ્યપણે તે બીજાને ગૌણપણે ક૯પવાની આ નયની સરણી છે.
સંગ્રહ, “સામાન્ય તત્વને આશ્રીને અનેક વસ્તુઓનુંસમેટીને એકરૂપે ગ્રહણ કરવું એ સંગ્રહનય છે. જડ અને ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે સતરૂપ “સામાન્ય તત્વ રહેલું છે તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષને લક્ષમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ "વિચારવું કે સતરૂપ વિશ્વ એક છે [ કારણ કે સત્તા વિનાની કઈ વસ્તુ નથી ], તે સંસહનયની દષ્ટિ છે. “એક આત્મા છે” એ કથનથી વસ્તુતઃ બધાને એક આત્મા સિદ્ધ થતું નથી. પ્રત્યેક શરીરે આત્મા જુદે જુદે છે. છતાં બધા આત્માઓમાં રહેલ સામાન્ય ચૈતન્યતત્વને આશ્રીને એક આત્મા છે” એવું
જે “ટયવસ્થતા નાના” એ વૈશોષક દર્શનના તૃતીય અધ્યાયનું ઉપન્ય સૂત્ર અનેક જીવવાદને સિદ્ધાંત જૂ કરે છે. 5 xહાણંગનું બીજું સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org