________________
પંચમ ખડ
૨ ૪૪૧ : છે તેમ જ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રિકાળરૂપ અપાર પટ પર પથરાયેલ કેઈ એક જ આત્મા આદિ વસ્તુ વિષે પણ સામાન્યગામી તથા વિશેષગામી વિચારો સંભવે છે. કાળ અને અવસ્થાભેદના વિવ તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે, તે વિષય( આમા)ને “દ્રવ્યાર્થિક નય કહેવાય, અને એ ચેતના ઉપરની દેશકાલાદિકૃત વિવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે, તે વિષયને “પયયાર્થિક નય કહેવાય.
પર્યાય વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના પર્યાય હેતું નથી. દ્રવ્ય-પર્યાયને સમ્બન્ધ ભિન્ન ભિન્ન છે. દ્રવ્યને પર્યાય-વ્યક્તિ સાથે સંબંધ ભિન્ન હોવા છતાં પર્યાયપ્રવાહની અપેક્ષાએ અભિન્ન પણ છે. - હવે વધુ વિવેચના માટે નયના સાત પ્રકારો બતાવવામાં આવે છે. તે આ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ સમભિરૂઢ અને એવભૂત.
નિગમ “નિગમ” એટલે કલ્પના. એથી થતે વ્યવહાર નૈગમ” કહેવાય છે. એના મુખ્ય ત્રણ ભેદ પડે છે? સંકલ્પ નિગમ, અંશનૈગમ અને એરપનૈગમ. (૧) સંકલ્પનિગમ–
એક માણસ મુંબઈ જવા તૈયાર થઈ ઊભે છે તે વખતે તેને મિત્ર ત્યાં આવી તેને પૂછે છેઃ “શું કરે છે?” ત્યારે તે જવાબ આપે છે: “મુંબઈ જાઉં છું.”
અથવા એક માણસે ચોરી કરવાને સંકલ્પ કર્યો, તેને ધર્મશાસ્ત્ર ચેરી કર્યા જે દોષ લાગ્યા કહેશે. આ નયના હિસાબે “શિયમાન ત’–કરાતું હોય તે કર્યું કહેવાય છે, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org