________________
: ૪૪
જૈન દર્શન દ્રવ્યાર્થિક નય એટલે મૂળ દ્રવ્ય પર (સામાન્ય સ્થિર તત્વ પર) લક્ષ આપના અભિપ્રાય. પર્યાયાર્થિક નય એટલે વસ્તુના પર્યાય [ પરિવર્તન-ફેરફાર ] પર લક્ષ આપના અભિ પ્રાય. દ્રવ્યાર્થિક નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે જેમ કે ઘડે મૂળદ્રવ્ય-મૃત્તિકરૂપે નિત્ય છે. પર્યાયાર્થિક નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે. કેમકે સર્વ પદાર્થોમાં પરિવર્તન ( રૂપાન્તર) થતું રહે છે. અતઃ એ દષ્ટિએ એ અનિત્યતાને ઘોષક છે. સામાન્ય તત્ત્વામિની વિચારદષ્ટિ દ્રવ્યાર્થિક નય” અને વિશેષ અંશગામિની વિચારદષ્ટિ તે “પર્યાયાર્થિક નય.”
મનુષ્યની બુદ્ધિ જ્યારે સામાન્ય અંશગામી હોય ત્યારે તેને તે વિચાર “ દ્રવ્યાર્થિક નય” અને જ્યારે વિશેષ અંશગામી હોય ત્યારે તેનો તે વિચાર “પર્યાયાર્થિક નય” દ્રવ્યદૃષ્ટિમાં વિશેષ કે પર્યાયદષ્ટિમાં દ્રવ્ય નથી આવતું એમ તે નથી જ; પણ એ દષ્ટિવિભાગ ગૌણમુખ્યભાવની અપેક્ષાએ સમજવું જોઈએ.
આ બે દષ્ટિઓને ખ્યાલ નીચેના દાખલાથી આવી શકશે. - દરિયા તરફ દૃષ્ટિપાત કરતાં જ્યારે પાણીને રંગ. તેનું ઊંડાણ કે તેને વિસ્તાર યા સીમા વગેરે કઈ પણ તેની વિશેષતા તરફ ધ્યાન ન જાય અને માત્ર પાણી પાણી તરફ જ ધ્યાન જાય ત્યારે તે માત્ર પાણીને સામાન્ય વિચાર કહેવાય, અને તે જ, પાણી વિષે “દ્રવ્યાર્થિક’ નય. આથી ઊલટું, જ્યારે ઉપર્યુક્ત વિશેષતાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે વિચાર પાણીની વિશેષતાઓને હોવાથી તેને પાણી વિષે પર્યાયાર્થિક નય કહી શકાય.
આ ઉદાહરણથી વિદિત થઈ શકે છે કે બધા સૈતિક પદાર્થો વિષે સામાન્યગામી અને વિશેષગામીઝ વિચારે સંભાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org