________________
: ૪૩૮ :
જૈન દર્શન તે અંશે અંશે જ થવાને, તેથી પણ સમવિચારાત્મક શ્રુત કરતાં અંશ વિચારાત્મક નયનું નિરૂપણ જુદું કરવાનું પ્રાપ્ત થાય છે.
નયવાદ, અર્થાત્ અનેકાંગલક્ષી વિચારબુદ્ધિ વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરેધનું મૂળ તપાસે છે અને એમ કરી તેવા વિચારોને સમન્વય કરે છે. દાખલા તરીકે, આત્મા એક છે અને અનેક છે એમ ઉભયથા ઉપલબ્ધ થતાં વિરુદ્ધાભાસ કથનની સંગતિ શી રીતે એની શોધ કરી નયવાદે એ સમન્વય કર્યો છે કે વ્યક્તિરૂપે આત્મા અનેક છે અને શદ્ધ ચૈતન્યરૂપે એક છે. આ સમન્વય કરી નયવાદ પરસ્પર વિરોધી દેખાતાં વાક્યોને અવિરોધ [ એકવાક્યતા ] સાધે છે.
આમ, આત્મા વગેરે તેના વિષયમાં પોતપોતાના દર્શન-સંપ્રદાય મુજબ જ્યારે જુદા જુદા વિચારે [આત્મા નિત્ય છે કે અનિત્ય ? ઈત્યાદિ પ્રકારના ] અથડામણમાં આવે છે અને વિવાદ તથા વિષમતા ઊભાં કરે છે ત્યારે એવી હાલતમાં યુક્તિપૂર્ણ સમન્વયવાદ એ જ અનેક બાજુની સમજ પાડી એ અથડામણને દૂર કરી શકે છે અને પરસ્પર વિરોધ તથા વિવાદ મિટાવી સમાધાન સાધી આપે છે. એ સમન્વયવાદનું નામ જ નયવાદ છે, જે વિવિધ વિચારોની સંગમનકલા છે. એ સાપેક્ષ વિચારષ્ટિ હેઈ અપેક્ષાવાદ પણ કહી શકાય.
સિદ્ધસેન દિવાકર કહે છે કે જેટલા પ્રકારનાં વચન છે તેટલા પ્રકારના “નય’ છે. આ ઉપરથી બે વાત માલુમ પડે
xजावइआ वयणपहा तावइआ चेव होंति जयवाया। जावइआ णयवाया तावइआ चेव परसमया ॥
[સન્મતિત, ૩/૭] અર્થાત-જેટલા વચનમાર્ગે છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય (મત્તાન્તર) છે.. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org