________________
પંચમ ખંડ
: ૪૩૭ : છે ધર્માચાર્યોએ પણ જે એકબીજાનાં દષ્ટિબિન્દુઓને શાન્ત ભાવથી સમજવા પ્રયત્ન કર્યો હોત તે જરૂર એકબીજાનાં દષ્ટિબિંદુઓ અને તત્સા પક્ષ સમજને સવળો અને ઉપયોગી અર્થ ગ્રહણ કરી જનતામાં સુરભિ વાતાવરણ ફેલાવી શક્યા હત, જેના પ્રતાપે સમગ્ર જનસમૂહ વચ્ચેને મીઠે મૈત્રીભાવ આજે આપણને જોવા અને અનુભવવા મળત, પણ દુનિયાનું દૈવ એટલું પાંસરું નહિ હશે!
એક જ વસ્તુને વિષે જુદા જુદા દષ્ટિકોણને અવલંબી જુદી જુદી વિચારસરણીઓ ઘડાય છે એ “નય” છે. સંસ્કારી અથવા વ્યાપક યા અનેકાન્ત દષ્ટિ એ જુદા જુદા વિચારે પાછળ એમના આધારભૂત જે જુદાં જુદાં દષ્ટિબિન્દુઓ હોય છે તેમને તપાસે છે, અને એમ કરી ન્યાચ્ય રીતે મેળ સાધે છે. નયવાદની વિશાલ વિચારસરણી સમન્વય કરવાને માર્ગ છે.
જેમ સમુદ્રનું બિંદુ સમુદ્ર ન કહેવાય, તેમ અસમુદ્ર [ સમુદ્ર બહારનું ] પણ ન કહેવાય, કિન્તુ સમુદ્રને અંશx કહેવાય; આંગળીનું ટેરવું એ આંગળી ન કહેવાય, તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય, છતાં આંગળીને અંશ તે છે જ; તે પ્રમાણે નય પણ પ્રમાણને અંશ છે.
કઈ પણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થાય છે અને એમ થઈને જ છેવટે તે વિશાલતા કે સમગ્રતામાં પરિણમે છે. કોઈ વિષયના સમગ્ર જ્ઞાનને ઉપગ વ્યવહારમાં
* સમુદ્રના એક બિન્દુને સમુદ્ર માનવામાં આવે તો એ બિન્દુ સિવાયનો સમુદ્રને શેષ ભાગ અસમુદ્ર બની જાય ! અથવા સમુદ્રને દરેક બિંદુ એક એક સમુદ્ર કહેવાવા લાગે કે જેથી એક જ સમુદ્રમાં કરે સમુદ્રોને વ્યવહાર થવા લાગે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org