________________
: ૪૩૬ :
જૈન દર્શન જે અભિપ્રાય જ્ઞાનથી સિદ્ધિ બતાવે છે તે “જ્ઞાનનય” અને જે અભિપ્રાય ક્રિયાથી સિદ્ધિ કળે છે તે “કિયાનય. આ બન્ને અભિપ્રાયે ન છે.
અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય, શાસ્ત્ર કે સિદ્ધાન્ત એ સર્વ “નય’ કહી શકીએ. પિતપોતાની મર્યાદામાં રહેતા એ (નય) માનનીય છે અને એક-બીજાને ખોટા ઠરાવવા જતાં અમાન્ય ઠરે છે. ઉદાહરણથ, જ્ઞાનથી પણ સિદ્ધિલાભ બતાવાય અને ક્રિયાથી પણ સિદ્ધિલાભ બતાવાય. આ બને અભિપ્રાયે કે વિચારે પોતપોતાની હદમાં સાચા છે. પણ એ જે એક-બીજાને બેટા ઠરાવવા જાય તે એ બન્ને બેટા કરે. ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુ પર ઘડાયેલા જુદા જુદા અભિપ્રાય, જે નય” કહેવાય છે, પોતાના પ્રદેશ-વિષય પૂરતા સત્ય છે. નય” એ વસ્તુના અંશને ગ્રાહક હોઈ આંશિક જ્ઞાન છે, અતએવ એ આંશિક યા આપેક્ષિક સત્ય છે. પિતાના-એક અપેક્ષા પર અવલંબિત આંશિક જ્ઞાનને સંપૂર્ણ સત્ય માની બીજાના–બીજી અપેક્ષા પર અવલંબિત આંશિક જ્ઞાનને બીજી બાજુને વિચાર કર્યા વગર બેટું કહેવું એ દુરાગ્રહ છે. એ પ્રકારને દુરાગ્રહ મનુષ્યસમાજને હાનિકારક છે–આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક બધી બાબતમાં કોઈ વિષયમાં કેઈ દષ્ટિબિન્દુ સાપેક્ષ જ્ઞાનને પૂર્ણ જ્ઞાન માની ન લેતાં તે વિષયને શક્ય તેટલાં અન્યાન્ય દષ્ટિબિન્દુએથી તપાસતાં તે બધાં દષ્ટિબિન્દુઓના સમન્વયપૂર્વક જે બંધ થાય તે પૂર્ણ સાચું જ્ઞાન ગણાવા યેગ્ય છે.
એકબીજાની વિચારદષ્ટિને યથાસ્થિતપણે સમજવાને ન ન કરવાથી અને અભિમાન તથા ઘમંડને વશ થવાથી માણસે અને તાર્કિક પડિતે લાંબા કાળથી અરસપરસ લડતા આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org