________________
પંચમ ખંડ
: ૪૩૫ ઃ આ બાબતમાં એક વાત ધ્યાન આપવા યોગ્ય છે કે આત્મા કહેતાં મુખ્યપણે દ્રવ્ય વનિત થાય છે, અને ઘટ કહેતાં મુખ્યપણે પર્યાય દવનિત થાય છે. માટે આત્મા કહેતાં મુખ્યપણે નિત્ય તત્ત્વને બોધ થાય છે અને ઘટ કહેતાં મુખ્ય પણે અનિત્ય અર્થને બંધ થાય છે. આત્મા મૂળદ્રવ્ય હાઈ નિત્ય જ છે. ઘટ પુદ્ગલપર્યાય હોઈ અનિત્ય જ છે.
શરીરથી આત્મા જુદે જ છે, એ વાત સ્પષ્ટ અને નિઃસજોહ છેપરંતુ એમાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે દહીંમાં જેમ માખણ વ્યાપીને રહેલું છે, તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યો છે. આ ઉપરથી, માટલું અને તેમાં રહેલા લાડુની જેમ શરીર અને આત્મા જુદા સિદ્ધ થતાં નથી એ ખુલ્લું જણાય છે. અને એથી જ શરીરના કોઈ પણ ભાગમાં કંઈક ચેટ લાગે કે તરત જ આત્માને વેદના થવા લાગે છે શરીર અને આત્માના આવા ગાઢ-અત્યન્ત ગાઢ સમ્બન્ધને લઈ જેનશાસ્ત્રકારે કહે છે કે આત્મા શરીરથી વસ્તુતઃ જુદે જ હોવા છતાં તેને શરીરથી તદ્દન ભિન્ન ન માનવું જોઈએ. કેમકે તેમ માનવામાં, તદ્દન ભિન્ન એવાં બે મનુષ્યનાં શરીર પૈકી એકને આઘાત લાગવાથી બીજાને જેમ વેદનાને અનુભવ થતો નથી, તેમ શરીર પર આઘાત લાગતાં આત્માને વેદનાને અનુભવ નહિ થાય. પણ તે થાય છે ખરે. માટે આત્મા અને શરીરને કેઈક અંશે અભેદ પણ માનવે ઘટે છે, અર્થાત્ શરીર અને આમા એ વસ્તુતઃ તદ્દન ભિન્ન હોવા છતાં એ બનેને સંગ એ ધનિષ્ટ થયું છે કે એ સંગની દષ્ટિએ એમને કથંચિત અભિન્ન પણ કહી શકાય છે. આ સ્થિતિમાં જે દષ્ટિએ આત્મા અને શરીર ભિન્ન છે તે અને જે દૃષ્ટિએ આત્મા અને શરીરને અભેદ મનાય છે તે બને દષ્ટિ ન કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org