________________
: ૪૩૪ :
જૈન દર્શન
એક જ ઘટ વસ્તુ, મૂળ દ્રવ્ય-માટીની અપેક્ષાએ વિનાશી નથી, અર્થાત્ નિત્ય છે; કિન્તુ તેના આકારાદિરૂપ . પર્યાય( પરિણામ )ની દૃષ્ટિએ વિનાશી છે. આમ એક દૃષ્ટિએ ઘટને નિય માનવા અને બીજી દૃષ્ટિએ અનિત્ય માનવા એ બન્ને ના છે
આત્મા નિત્ય છે એમાં શક નથી. કેમ કે તેના નાશ થતા નથી. પરન્તુ તેના સ'સારી જીવનમાં હંમેશાં પરિવત ન થતું રહે છે. આત્મા કોઈ વખતે પશુજીવનને પ્રાપ્ત થાય છે, કઈ સમયે મનુષ્ય-અવસ્થામાં આવે છે, વળી કોઇ અવસરે દેવ ભૂમિના ભાક્તા બને છે, અને કદાચિત્ નરક આદિ દુગતિએમાં જઈને પડે છે. આ કેટલુ બધુ પરિવર્તન ! એક જ આત્માની આ કેવી વિલક્ષણ અવસ્થાએ ! આ શું સૂચવે છે? ખરેખર આત્માની પરિવર્તનશીલતા એની એક જ શરીરની યાત્રા પણ આછાં પરિવતનવાળી છે? વિચાર, વેદના, ભાવના આદિ અને હુષ, વિષાદ આદિ અવસ્થાએનાં આન્તરિક પરિવત ન પણ એનાં સતત ચાલ્યાં કરે છે. આમ, દેહધારી આત્મા સતત પરિવર્તનની ઘટમાળમાં ફરતે રહે છે. આ કારણને [ પરિવતનશીલતાને ] લીધે નિત્યદ્રવ્યરૂપ આત્માને કથંચિત્ અનિત્ય પણ માની શકાય. અતએવ આત્માને એકાન્તનિત્ય નહિ, એકાન્તઅનિત્ય નહિં, કિન્તુ નિત્યાનિત્ય માનવાનું પ્રાપ્ત થાય છે આવી હાલતમાં જે દૃષ્ટિએ આત્મા નિત્ય છે તે અને જે દૃષ્ટિએ આત્મા અનિત્ય છે તે બન્ને દૃષ્ટિએ નયે। કહેવાય છે. * * Nothing extinguishes, and even those things which seem to us to perish, are, in truth, but changed.
".
.
1
! -
અર્થાત્-કોઇ પદાર્થોં નાશ પામતા નથી. જે પદાર્તા નાશ પામતા આપણને દેખાય છે તે પણ વસ્તુતઃ કેવળ બદલાતા ( પરિવર્તન પામતા ) હાય છે.
Jain Education International
For Private Personal Use Only
1
www.jainelibrary.org