________________
પંચમ ખંડ
:૪૩૩ :
અંશે કે ધર્મો અવગત થઈ શકે. અને એમ થવું જરૂરી છે. કેમકે તે જ [ બીજી બાજુની માહિતી હોય તે જ ] વ્યવહારમાં વસ્તુના કેઈ અંશ કે ધર્મને સમયસર ઉચિત ઉપર કરવાનું શક્ય બને તેમ જ બીજાના એ પ્રકારના ઉચિત ઉપયેગને આવકાર આપી શકાય. આથી, બીજી બાજુના વિચાર સાથે અજ્ઞાનમૂલક જે સંઘર્ષણ થાય છે તે થવા ન પામે. સમન્વયદષ્ટિથી, સંભવિત બીજી બાજુ મેળ બેસાડવાનું કૌશલ પ્રાપ્ત થવાથી જુદી જુદી બાજુના વિચાર ધરાવનારાઓ વચ્ચે સમજપૂર્વક એકમત થવાનું ઘણે અંશે શક્ય બને છે. જેના પરિણામે પરસપર સૌમનસ્ય સધાવાને માર્ગ સુગમ થાય છે. આમ, અનેકાંતવાદનું પ્રસ્થાન જુદી જુદી દષ્ટિઓના સુસંગત સમન્વયની દિશામાં છે, ન કે અપ્રામાણિક વિરોધમાં.
એક જ વસ્તુ પર જુદી જુદી દષ્ટિએ ઉત્પન્ન થતા જુદા જુદા [ યથાર્થ] અભિપ્રાયે, વિચારો “ નય” કહેવામાં આવે છે. એક જ મનુષ્યને જુદી જુદી અપેક્ષાએ કાકભત્રીજે, મા-ભાણેજ, પુત્ર-પિતા, સસરે-જમાઈ વગેરે જે માનવામાં આવે છે તે સાદા વ્યવહારુ દાખલાથી “નયને ખ્યાલ આવી શકે છે. વસ્તુમાં એક ધર્મ નથી, અનેક ધર્મો છે. અએવ વસ્તુગત ભિન્ન ભિન્ન ધર્મોને લગતા જેટલા અભિપ્રાય તેટલા “ના” છે. જગતના વિચારોનાં આદાન-પ્રદાનને બધે વ્યવહાર “નય” છે.
અનેકાન્તદષ્ટિથી વસ્તુ એને વ્યાપક સ્વરૂપમાં–એ કેવા કેવા ધર્મોને ભંડાર છે તે સમજાય છે અને વ્યવહારના વખતે એમાંની સમાચિત બાબત(ધર્મ)ને ઉપયોગ કરવામાં આવે છે, જે, નયને પ્રદેશ છે.
હવે યદષ્ટિનાં ચેડાં ઉદાહરણ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org