________________
પંચમ ખંડ
૪૩૧ =
કહે છે કે આ ઘેડો લાલ છે, ઊંચે છે, અથવા અમુક આકાર કે અમુક પ્રકાર છે. તે વખતે વકતાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ઘોડે ભાસમાન છતાં તે માત્ર ગૌણ હોય છે અને તેની વિશેષતાઓ, જે, બીજી વિશેષતાઓથી જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનને વિષય બનતે ઘેડે અમુક અંશવિશિષ્ટ વિષય બને છે. એ જ નયને વિષય થવાની રીત છે.
ઇન્દ્રિયેની મદદથી કે મદદ સિવાય ઉત્પન્ન થયેલ જ્ઞાન જ્યારે કઈ વસ્તુને યથાર્થપણે પ્રકાશિત કરે છે ત્યારે તે “પ્રમાણુ” કહેવાય છે. અને પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે અંશ– અંશને સ્પર્શતી માનસિક વિચારકિયા થાય છે તે “નય”. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય” અને તેને પુરેગામી ચેતનાવ્યાપાર તે “પ્રમાણુ”.
નય પ્રમાણભૂત જ્ઞાનનું અંગભૂત જ્ઞાન છે. પ્રમાણ વ્યાપારમાંથી જ નય વ્યાપારની ધારાએ પ્રકટે છે.
ઉપર કહ્યું તેમ, પ્રમાણદષ્ટિ વસ્તુને અખંડરૂપે ગ્રહણ કરે છે, અને વસ્તુના જુદા જુદા ધર્મ પરત્વેની મુખ્ય દષ્ટિ એ નયદષ્ટિ છે. એક વસ્તુને કેઈ કોઈ રૂપે જુએ યા સમજે અને બીજે બીજા રૂપે જુએ અથવા સમજે, એથી એક વસ્તુ પરત્વે જુદા જુદા માણસોને જુદો જુદો અભિપ્રાય બંધાય છે. કે એક વસ્તુને જે રીતે (જે પ્રકારે) સમજ્યો હોય તેની, એ જ વસ્તુને જુદી રીતે [ જુદા પ્રકારે ] સમજનાર “ખ”ને ખબર પણ ન હય, અને એ જ પ્રમાણે “ખ”ની સમજની “ક”ને ખબર ન હોય; પણ એ બન્નેને એકબીજાની ભિન્નભિન્ન પ્રક્ટરની સમજ માલૂમ પડે તે એમની (એ બન્નેની) અધૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org