________________
પંચમ ખંડ
૯૪૨૯૪ (૩) કલ્યાણસાધક સત્ય ધર્મ છે અને ઉપર પ્રમાણે કલ્યાણબાધક સત્ય ધર્મ નથી. (અસ્તિ-નાસ્તિ)
(૪) પરિસ્થિતિને વિચાર કર્યા વગર સત્ય વચન ધર્મ છે કે નહિ એ કહી શકાતું નથી, (અવક્તવ્ય)
(૫) સત્ય વચન ધર્મ છે, પણ સદા અને સર્વત્રને માટે કેઈ એક વાત કહી શકાતી નથી. (અતિ, અવક્તવ્ય)
(૬) સત્ય વચન ધર્મ નથી (ઉપર જે નેટ આપી છે તદનુસાર), છતાં સાર્વત્રિક તથા સાર્વકાલિક દષ્ટિએ કઈ એક વાત કહી શકાતી નથી. (નાસ્તિ, અવક્તવ્ય)
(૭) સત્ય વચન ધર્મ તે છે જ, પણ એવા પણ અવસર આવે છે, જ્યારે સત્ય વચન ધર્મ નથી હોતું; એમ છતાં સદા અને સર્વત્રને માટે કોઈ એક વાત કહી શકાતી નથી. (અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય)
આમ, આચારશાસ્ત્રના નિયમોને સપ્તભંગીના રૂપમાં દુનિયાની આગળ રજુ કરવામાં આવે તે બધા સમ્પ્રદાયના નિકટવર્તી બનવામાં કેટલી સહાયતા પહોંચે ? ક્યો નિયમ કઈ પરિસ્થિતિમાં અસ્તિરૂપ છે અને કઈ પરિસ્થિતિમાં નાસ્તિરૂપ છે એને પત્તો લાગી જવાથી આપણે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ નિયમને ચુનાવ કરી શકીએ છીએ. આ બાબત જીવનને અને સામાજિક દષ્ટિએ કેટલી હિતકર છે. અવશ્ય, વિવેકદષ્ટિ વગર સપ્તભંગીની યેજના થવી અશક્ય છે અને થાય છે તેમાં ભલીવાર ન હોય; ઊલટું, વિષમિશ્રિત પણ બની જાય.
ઘટવર્પટવાદિમાં તે સપ્તભંગોને ઉપગ ઘણે થાય છે, પણ ઉપલી વિવેચનામાંથી જોઈ શકાય છે કે સપ્તભંગીનાં મળમાં જીવનને અમૃતમય બનાવવાને ઉદ્દેશ હોવો જોઈએ એ આચારવ્યાપી હોય તે જ “જીવતો અનેકાંત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org