________________
પંચમ ખંડ
: ૪૨૫ : ક્યા ધર્મોમાં પરસ્પર વિરોધ છે એ વાત આપણે પહેલેથી નથી જાણી શકતા; પણ જ્યારે આપણને એ વાત માલુમ પડે છે કે અમુક બે ધર્મો એક સમયમાં એક જગ્યાએ રહી શકતા નથી ત્યારે તેમને પરસ્પર વિરોધ જાણવા અને માનવામાં આવે છે. પણ જે બે ધર્મો એકત્ર સાથે રહી શકતા હોય તે પછી એમને વિરોધ કે? સ્વ-રૂપની અથવા રૂદ્રવ્યાદિચતછયની અપેક્ષાએ “અસ્તિ” અને એ જ અપેક્ષાએ “નાસ્તિ” એમ જે માનવામાં આવે તે ખરેખર એ વિરોધની વાત ગણાય. પણ સ્વ-રૂપથી અથવા સ્વદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ “અસ્તિ” અને પર-રૂપથી અથવા પરદ્રવ્યાદિચતુષ્યની અપેક્ષાએ “નાસ્તિ” એમ માનવામાં વિરોધ કે? આમ, “અસ્તિ”, “નાતિ” બંને એક વસ્તુમાં અપેક્ષાભેદે માનવામાં વિરોધ જ નથી અને વિરોધ ન હોવાથી જ વિરોધમૂલક મુકાયેલાં [ “અનેકાંત” ઉપર] દૂષણે નિરવકાશ બની જાય છે.
વિચાર કરતાં જોઈ શકાય છે કે સપ્તભંગીમાં મૂળ ભંગ તે ત્રણ છે. (૧) અસ્તિ, (૨) નાસ્તિ અને (૩) અવક્તવ્ય. બાકીના ભંગ તે એમના (એ ત્રણના) સંગથી બનેલા છે. ભગવતી સૂત્રમાં “સિમ અસ્થિ, સિક સ્થિ, સિમ સવ ” એ પ્રમાણે ઉપરના ત્રણ જ અંગે ઉલ્લેખાયેલા છે. સપ્તભંગી એ ત્રિભંગીની વિશેષ વ્યાખ્યા છે.
કઈ પણ પ્રશ્નનો ઉત્તર દેવા વખતે આ સાત ભંગમાંથી કઈને કઈ ભંગને ઉપગ આપણે કરવું પડે છે. પ્રસ્તુત વિષયને સુગમ કરવા માટે આપણે એક સ્કૂલ ઉદાહરણ અહીં જોઈએ. કેઈ મરણસન્ન રોગીના વિષયમાં પૂછવામાં આવે કે એની કેવી હાલત છે? તે એના જવાબમાં વૈદ્ય નીચે જણાવેલ સાત ઉત્તરોમાંથી કેઈ એક ઉત્તર આપશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org