________________
: ૪૨૪ :
જૈન દર્શન નામને પંચમ ભંગ બને છે. અર્થાત્ “ઘટ” અમુક અપેક્ષાએ અવક્તવ્ય” હવા સાથે “અતિ” છે એ પાંચમે ભંગ.
અવક્તવ્યની સાથે “નાસ્તિ” મળવાથી “નાતિ અવક્તવ્ય” નામને ષષ્ટ ભંગ બને છે. અર્થાત્ “ઘટ” અમુક અપેક્ષાએ અવક્તવ્ય” હોવા સાથે “નાસ્તિ” એ છઠ્ઠો ભંગ.
અવક્તવ્યની સાથે અસ્તિ-નાસ્તિ મળવાથી “અસ્તિનાસ્તિ અવક્તવ્ય” નામને સપ્તમ ભંગ બને છે. અર્થાત્
ઘટ” અમુક અપેક્ષાએ “અવક્તવ્ય હોવા સાથે “અસ્તિ, નાસ્તિ” છે એ સાતમે ભંગ.
વસ્તુમાં અનેક ધર્મો છે, માટે વસ્તુ અનેકાન્ત, અર્થાત અનેક ધર્માત્મક કહેવાય છે. કેઈ મકાનના ચારે દિશાઓથી ચાર ફેટા લેવામાં આવે તે તે ફેટા એક સરખા નહિ હશે, તે પણ તે એક જ મકાનના છે અને એક જ મકાનના કહેવાશે. એ પ્રમાણે વસ્તુ પણ અનેક દષ્ટિએથી અનેક તરહની માલમ પડે છે. એ જ કારણ છે કે આપણું વાક્યપ્રયેગ પણ નાનાવિધ બને છે. એક જ માણસને બીજી વખત ઉન્નત હાલતમાં આવેલે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે “ આ હવે એ નથી રહ્યો, મોટો કલાકાર કે વિદ્વાન બની ગયે છે.” આ પ્રમાણે ભિન્ન ભિન્ન બાબત ( અવસ્થા કે ધર્મ) ને [ એની વિદ્યમાનતા યા અવિદ્યમાનતાને ] અનુલક્ષીને ભિન્ન ભિન્ન વાક્યપ્રયોગ કરવામાં આવે છે એમાં વિરોધ કેઈને લાગતું નથી. કેરીનું ફળ કેળા કરતાં નાનું અને બેર કરતાં મેટું એમ એકને જ નાનું અને મેટું સાથે જ-જુદી જદી અપેક્ષાએ–કહેવામાં આવે છે એમાં કોઈને કશે વાંધે કે વિધિ જણાતું નથી. અનેકાન્તના વિષયમાં પણ આ જ વાત છે. એક જ વસ્તુને અપેક્ષાભેદે છે અને “નથી કહી શકાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org