________________
પંચમ ખંડ
: ૪૨૩ :
રહેવાના. પરંતુ કેટલાક ધર્મો એવા પણ હોય છે, જે અનુ ભવમાં આવી શકતા હોવા છતાં ભાષાની અપૂર્ણતાને લીધે યેગ્ય શબ્દોમાં ઉતારી શકાતા નથી. દાખલા તરીકે “ગળ્યું કેવું છે?” “ઘીને સ્વાદ કે છે?” “કેવી વેદના થાય છે?” એને ઠીક જવાબ અનુભવ કરવાથી મળી શકે, શબ્દોથી શું બતાવી શકાય? ગોળ, મધ અને સાકરના ગળપણમાં જે તફાવત છે તે શબ્દોથી શું બતાવી શકાય? માટે પણ વસ્તુ અવક્તવ્ય છે.
વસ્તુની અનંતધર્માત્મકતાને, ભિન્નભિન્નરૂપતાને લીધે વસ્તુ અવક્તવ્ય હેઈ ઉપનિષદો વસ્તુને અનિર્વચનીયા જણાવે છે. અનિર્વચનીય કહો કે અવક્તવ્ય કહો એક જ વાત છે.
ચોથા ભંગમાં “ઘટ વક્તવ્ય છતાં કોઈ અપેક્ષાએ ‘અવક્તવ્ય પણ બતાવાય છે.*
આ ચાર ભંગ ઉપરથી બીજા ત્રણ ભંગ ઊપજે છે, તે આ પ્રમાણે–
વસ્તુ કથંચિત્ “અવક્તવ્ય” છતાં અન્ય દષ્ટિએથી કથંચિત્ વક્તવ્ય પણ છે [જુઓ ભંગ ૧-૨-૩] માટે જ્યારે આપણે વસ્તુની અવક્તવ્યતા સાથે કઈ રૂપમાં એની વક્તવ્યતા પણ કહેવા ચાહીએ છીએ ત્યારે વક્તવ્યરૂપ ત્રણે ભંગ (અતિ, નાસ્તિ, અસ્તિ-નાસ્તિ) અવક્તવ્યની સાથે મળી જાય છે.
અવક્તવ્યની સાથે “અસ્તિ’ મળવાથી “અસ્તિ અવક્તવ્ય”
વસ્તુગત અતિત્વ અને નાસ્તિત્વ એવાં એવાં સામસામા ધર્મયુગલે મુખ્યપણે એકીસાથે (યુગપત) કહી બતાવવાં અશક્ય હોવાથી વસ્તુ અવક્તવ્ય છે એમ ચતુર્થ ભંગ ન્યાયગ્રંથમાં જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org