________________
પંચમ ખંડ
: ૪૨૧ :
અવક્તવ્ય બતાવવામાં આવે, પણ બે ધર્મો શું? એક અસ્તિત્વ શબ્દ પણ એકસાથે–એક સપાટે બેલી શકાતું નથી. એ પણ
અ” “” “તિ” એમ અનુક્રમે જ વારથી બેલી શકાય છે. તે એથી શું કેવલ અસ્તિત્વ કે નાસ્તિત્વ પણ અવક્તવ્ય બની જાય? અને એમ એક ધર્મ પણ અવક્તવ્ય બની જાય તે વસ્તુ સાવ સર્વથા માત્ર અવક્તવ્ય જ બની રહે!
વસ્તુને કેવળ અસ્તિત્વ ધર્મ બતાવી શકાય છે, તેમ અસ્તિત્વ–નાસ્તિત્વ બને ધર્મો પણ જે બતાવી શકાય છે, તે વસ્તુ “અવક્તવ્ય” શી રીતે ? • વસ્તુનું પિતાનું “સપણું” એટલું બધું ઊંડું છે, એટલું
બૃહતુ-મહત્વ છે, તેમ જ એનું “અસત્પણું” પણ અન્ય સમગ્ર દ્રવ્યોથી વ્યાવૃત્તત્વરૂપ હોઈ અતિ ગંભીર બૃહતુ–મહત્ છે કે જેનું યથાવત્ નિરૂપણ અશક્ય છે. એ જ પ્રમાણે નિત્યત્વઅનિયત્વ આદિ માટે પણ સમજી શકાય તેમ છે. વસ્તુને અવક્તવ્ય” ભંગ આ રીતે વિચારી શકાય છે.
બાકી તે, વસ્તુમાં જેટલા ધર્મો છે, તેટલા શબ્દો પણ નથી, અને તે બધા ધર્મો આપણને જ્ઞાત હોઈ શકતા નથી. પરમ જ્ઞાની પણ પોતાને જ્ઞાત થતા ધર્મો બધાય ભાષામાં ઉતારી શકતા નથી એટલે વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ રહે છે. આ બાબત જરા જોઈએ–
વસ્તુમાં પિતામાં વર્તમાન ધર્મો તે અસ્તિધર્મો અને પર વસ્તુઓમાંના ધર્મોને અભાવ તે નાસ્તિધર્મો એમ અસ્તિધર્મો તથા નાસ્તિધર્મો દરેક વસ્તુમાં છે. તે બન્ને પ્રકારના ધર્મો અનંત છે. અતઃ વસ્તુ માત્ર અનંતધર્માત્મક કહેવાય છે. આપણે વસ્તુનું વર્ણન કરવા બેસીએ તે તેનું વર્ણન તે વસ્તુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org