________________
* ૪૨૦ :
જૈન દર્શન મારા હાથમાં અશરફી નથી” એ કહેવું બીજી વાત છે. આમ બંને ભંગના પ્રવેગ આવશ્યક છે.
તૃતીય ભંગ-ત્રીજા ભંગથી વસ્તુ “શું છે” અને “શું નથી” તે ક્રમશઃ બતાવવામાં આવે છે.
અર્થાત્ વસ્તુમાં અસ્તિ અને નાસ્તિ બંને સાપેક્ષ ધર્મોનું ક્રમશઃ કથન કરવું એ ત્રીજો ભંગ છે.
ઉપરના (“અસ્તિ” અને “નાસ્તિ”) બે ભેગા મળીને ત્રીજો ભંગ થાય છે, છતાં એનું કામ ઉપલા બને ભંગાથી અલગ છે. જે કામ આ અસ્તિ-નાસ્તિ ઉમયાત્મક ત્રીજા ભંગથી થાય છે તે ન કેવલ “અસ્તિ” કરી શકે છે, ન કેવલ નાસ્તિ”. અસંયુક્ત ઉત્તર બીજી વાત છે, યદ્યપિ એક અને બે મળીને ત્રણ થાય છે, છતાં ત્રણની સંખ્યા એક અને બેથી જુદી માનવામાં આવે છે.
ચતુર્થ ભંગ-વસ્તુ અવક્તવ્ય છે. વસ્તુની અનંતધર્માત્મકતાની દૃષ્ટિએ તે વસ્તુ અવક્તવ્ય છે એ સહજ રીતે સમજી શકાય તેવું છે. પણ સપ્તભંગી (સાતે અંગે) વસ્તુના એક એક ધર્મને અંગે લાગુ પડનારા ભંગે છે. અતઃ “અવક્તવ્ય” ભંગ વસ્તુના અસ્તિત્વાદિ એક એક ધર્મને અંગે ઘટાવવાને છે. સત-અસત્ (અસ્તિ-નાસ્તિ) એવાં વિરોધી બર્મયુગલની વિચારણા કરતાં વસ્તુ સદસદુઉભયામક છે, નિત્ય-અનિત્ય ઉભયાત્મક છે એમ જ્યારે કહી શકાય છે–એમ જ્યારે વતું વક્તવ્ય થઈ શકે છે, તે પછી અવક્તવ્ય શી રીતે ?
અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે સામસામાં ધર્મયુગલે એકસાથે યુગપત્ વાણીમાં બેલી બતાવી શકાતાં નથી એ કારણથી વસ્તુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org