________________
પંચમ ખંડ
: ૪૧૯ : પ્રથમ ભંગ-પહેલા ભંગથી વસ્તુ “શું છે તે બતાવવામાં આવે છે. તે નીચે પ્રમાણે
વસ્તુ અસ્તિ જ છે, પણ કથંચિત્ , એટલે કે અમુક અપેક્ષાએ અર્થાત સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવથી.
દ્વિતિય ભંગ-બીજા ભંગથી વસ્તુ “શું નથી તે બતાવવામાં આવે છે. તે નીચે પ્રમાણે –
વસ્તુ નાસ્તિ જ છે, પણ કથંચિત , એટલે કે અમુક અપેક્ષાએ, અર્થાત્ પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર-કાલ અને પર-ભાવથી
વસ્તુમાં જે સ્વ. દ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ માનવામાં ન આવે તે વસ્તુ નિઃસ્વરૂપ બની જાય તેમજ પર-દ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ માનવામાં ન આવે તે વસ્તુમાંકર્ય બની જાય. કેમકે ઘટમાં પટરૂપેણ નાસ્તિત્વ ન હોય તે ઘટ અને પટ એક બની જાય. એક વસ્તુ સર્વાત્મક બની જાય. ઉપલક નજરે એમ જણાય ખરું કે સ્વ-સત્વ એ જ પર અસવ છે, પણ એમ નથી. એ બંને ભિન્ન ભિન્ન છે. જેમ સ્વરૂપેણ સ, તેમ પરરૂપેણ અસત્વ પણ સ્વતંત્રપણે અનુભવાય છે. એ બંને ભંગાથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય છે. એક ભંગને પ્રવેગ કરવા છતાં બીજા ભંગથી પેદા થનારું જ્ઞાન થતું નથી. જેમ કે, “અમુક માણસ બજારમાં નથી ” એમ કહેવામાં આવે તે એથી એ માલૂમ પડી શકતું નથી કે તે માણસ અમુક સ્થળ છે. બજારમાં ન હોવા છતાં તે કયાં છે એ જિજ્ઞાસા બની જ રહે છે, જે માટે “અસ્તિ” ભંગના પ્રયાગની આવશ્યકતા છે. વ્યવહારમાં “અસ્તિ ભંગને પ્રગ કરવા છતાં નાસ્તિ' ભંગના પ્રયોગની આવશ્યકતા પડે છે. “મારા હાથમાં રૂપીઆ છે” એમ કહેવું એક વાત છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org