________________
૪૧૮ :
જૈન દર્શન વાત થાય આ તે ફક્ત વસ્તુસ્વરૂપની તાત્ત્વિક દષ્ટિ વ્યુત્પન્નના ખ્યાલ પર મૂકવામાં આવે છે.
આપણે કોઈ પ્રશ્નના ઉત્તરમાં યા તે “હા” (હકારાત્મક વાક્ય) બેલીએ છીએ, યા “ના” (નકારાત્મક વાક્ય) બેલીએ છીએ. આ “હા” અને “ના”ને લઈને સપ્તભંગીની યેજના થઈ છે. આમ, ઉત્તર આપવાના જેટલા તરીકા છે તેમને “ભંગ” કહેવામાં આવે છે. એવા સાત તરીકા હોઈ શકે છે, માટે સાત ભંગે પ્રકાર)ના સમૂહને “સપ્તભંગી' કહેવામાં આવે છે. શાસ્ત્રીય પરિભાષા મુજબ પ્રશ્નવશાત્ એક વસ્તુમાં એક એક ધર્મવિષયક વિધિ અને નિષેધની વિધરહિત કલપના એ સપ્ત. ભંગી છે. પ્રશ્ન સાત પ્રકારના થઈ શકે છે, માટે સપ્તભંગી કહેવાય. સાત પ્રકારના પ્રશ્નોનું કારણ સાત પ્રકારની જિજ્ઞાસા છે, અને સાત પ્રકારની જિજ્ઞાસાનું કારણ સાત પ્રકારના સંશય છે, અને સાત પ્રકારના સંશયાનું કારણ એના વિષયભૂત વસ્તુના ધર્મો સાત પ્રકારના છે એ છે.
આ ઉપરથી માલુમ પડે છે કે સપ્તભંગીના સાત ભગે કેવળ શાબ્દિક કલ્પના જ નથી, પણ વસ્તુના ધર્મ ઉપર અવલંબિત છે. અતઃ દરેક ભંગનું સ્વરૂપ વસ્તુના ધર્મ સાથે સમ્બદ્ધ હોય એ ખ્યાલમાં રાખવું જોઈએ.
સાત ભંગ આ પ્રમાણે :
(૧) અતિ (છે). (૨) નાસ્તિ (નથી). (૩) અસ્તિ, નાસ્તિ (છે, નથી). (૪) અવક્તવ્ય (કહી શકાતું નથી). (૫) અસ્તિ, અવક્તવ્ય. (૬) નાસ્તિ, અવક્તવ્ય. (૭) અસ્તિનાસ્તિ, અવક્તવ્ય. આ સાતે અંગે સાથે “કથંચિત્ ” લાગેલું છે.
શાસ્ત્રીય ઢબે સાત અંગે આ પ્રમાણે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org