________________
પંચમ ખડ
: ૪૧૭ :
તેની બેઠક તે વસ્તુમાંથી ઊડી જવા ન પામે. મતલબ કે કોઇ પણ વસ્તુને નિત્ય બતાવતાં એ કોઇ શબ્દ મૂકવા જોઇએ કે જેથી, તે વસ્તુમાં રહેલા અનિત્યત્વ ધર્માંના અભાવ સૂચિત થવા પામે નહિ. તેમ જ કોઈ પણ વસ્તુને અનિત્ય બતાવતાં એવે શબ્દ લગાવવે જોઇએ કે જેથી, તે વસ્તુમાં રહેલા નિત્યત્વ ધને અભાવ સૂચિત થાય નહિ. એ જ પ્રમાણે વસ્તુને સત્, અસત્ આદિ રૂપે બતાવવા સંબંધે પણ સમજવાનુ એવે શબ્દ સંસ્કૃત ભાષામાં ‘સ્યાત્ ’ છે. ‘ સ્થાત્ ' શબ્દને અથ, અગાઉ જણાવ્યું તેમ, અમુક અપેક્ષાએ ' એવા થાય છે. ‘ સ્થાત્ ' શબ્દ અથવા તેના અથ વાળા સ'સ્કૃતભાષાના ‘ થચિત્ ’ શબ્દ, યા ા ‘ મમુક અપેક્ષાએ ’– એવી રીતનુ યાજીને स्यात् अनित्य एव घटः [‘ અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે’] એમ કથન કરવાથી ઘટમાં અપેક્ષાન્તરપ્રાપ્ય નિત્યત્વ ધર્મને ખાધ પહેાંચે નહિ. .
'
6
,
(6
..
આ તાત્ત્વિક નિરૂપણ છે. વ્યવહારમાં એવા શબ્દ કઇ પ્રત્યેાજાતા નથી અને પ્રત્યેાજાય પણ નહિ. વ્યવહાર તે " નયવાદ ” છે. તે જે રીતે થતા હોય તે રીતે જ થાય. જે ખાબત વિવક્ષિત હોય તેના જ ઉલ્લેખ, નિર્દેશ કે વાણીપ્રયાગથી મતલબ કે—
દૂધ ગુણકારી છે કે હાનિકારક ? એમ કેાઈનાં સામાન્ય પ્રશ્ન પર ગુણકારી છે' એમ પણ (એકાન્તરૂપે) શી રીતે કહી શકાય ? અને હાનિકારક છે' એમ પણ (એકાન્તરૂપે ) કેમ કહી શકાય ? એટલે અનેક અપેક્ષાઓને ખ્યાલમાં લઇને ‘ ગુણકારી પણ છે અને હાનિકારક પણ છે ’ એવી જ રીતનુ કહેવુ યોગ્ય ગણાય. હા, નિશ્ચિત અવસ્થા કે અવસરને અનુલક્ષીને કહેવુ હાય તેા તે અવસ્થા કે અવસરને અનુરૂપ હોય તેમ કહેવું જોઈએ.
"
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org