________________
૪૪૧૬ :
જૈન દર્શન અધૂરું છે. કેમકે તે કથન યદિ સંપૂર્ણ વિચારદષ્ટિના પરિણામે કહેવાયું હોય તે તે યથાર્થ નથી. કારણ કે ઘડે (કોઈ પણ વસ્તુ) સંપૂર્ણ દૃષ્ટિએ વિચારતાં અનિત્ય હોવાની સાથે નિત્ય પણ કરે છે અને જે તે કથન અમુક દૃષ્ટિએ કહેવાયું હોય તે તે વાક્યમાં “તે કથન અમુક દૃષ્ટિએ છે” એમ સૂચન કરનાર કેઈ શબ્દ મૂક જોઈએ. એ વગર તે જવાબ અધૂરે હોય તેમ લાગે. આ ઉપરથી સમજી શકાય છે કે વસ્તુને કઈ પણ ધર્મ બતાવવું હોય તે એવી રીતે બતાવો જોઈએ કે બીજો વર્ગ યા તેને પ્રતિપક્ષ ધર્મ જે તેમાં સંભવિત હોય,
સાદા ઉદાહરણમાં જોઈએ
कस्यचिद् गुणकृद् दुग्धं दोषकारि च कस्यचित् । एकस्यापि दशाभेदे, स्यादवादोऽय प्रकाशते ।। एकोऽर्थ उपयोगी चानुपयोगी च जायते । अवस्थाभेदमाश्रित्य, स्याद्पादोऽयं प्रकाशते ।। एकमेव भवेद वस्तु हानिकृल्लाभकारि च । अवस्थाभेदमाश्रित्य, स्याद्वादोऽयं प्रकाशते ।।
(લેખક ન્યાયવિજય) અર્થાત-દૂધ કોઈને ગુણકારી થાય છે અને કેઈને દોષકારી થાય છે. એટલું જ નહિ, એક જ માણસને એક વખતે-એક અવસ્થામાં ગુણકારી અને બીજા વખતે બીજી અવસ્થામાં-દોષકારી થાય છે.
એક જ પદાર્થ એક જ માણસને એક અવસ્થામાં ઉપયોગી થાય છે અને બીજી અવસ્થામાં અનુપયેગી થાય છે.
એક જ વસ્તુ એક જ માણસને એક અવસ્થામાં લાભકારક થાય છે અને બીજી અવસ્થામાં હાનિકારક થાય છે. આ સ્યાદવાદનાં સરલ નિદર્શન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org