________________
પંચમ ખંડ
ઃ ૪૧૩ : વાદ કહેવાનું સાહસ કદાપિ નહિ કરી શકે. રાત્રે કાળી દરડી પર નજર પડતાં “આ સપ છે કે દેરડી?” એ સદેહ થઈ આવે છે. દૂરથી ઝાડના ઠુંઠાને જોતાં “આ ઝાડ હશે કે માણસ ?” એ સન્ડેડ પિદા થાય છે. આ પ્રકારના સંશયનાં અનેક ઉદાહરણો જાણીતાં છે. ઉક્ત સંશયમાં સર્પ અને દેરડી અથવા વૃક્ષ અને માણસ એ બન્ને વસ્તુઓ તરફ ઝોલાં ખાતી બુદ્ધિને કેઈ એક વસ્તુ એક્કસરૂપે સમજવામાં ન આવે એ સંશય છે. સંશયનું આવું સ્વરૂપ સ્યાદ્વાદમાં બતાવી શકાય તેમ નથી. સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાદષ્ટિએ અવલકવાનું, અનેકાંગી અવેલેકન દ્વારા નિર્ણય કરવાનું જણાવે છે. ભિન્નભિન્ન દષ્ટિબિંદુઓથી જોતાં સમજાય છે કે એક જ વસ્તુ અમુક અપેક્ષાએ “અસ્તિ” છે એ નિશ્ચિત વાત છે, અને અમુક અપેક્ષાએ “નાસ્તિ” છે એ પણ નિશ્ચિત વાત છે; તેમ જ એક જ વસ્તુ એક દષ્ટિએ નિત્ય રૂપે પણ નિશ્ચિત છે અને બીજી દષ્ટિએ અનિત્ય રૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્નભિન્ન અપેક્ષાદષ્ટિએ ભિન્નભિન્ન ધર્મો (વિરુદ્ધ જેવા લાગતા ધર્મો પણ) સંગત થતા જણાતા હોય તે તેમના પ્રામાણિક સ્વીકારને, જેને “સ્યાદ્વાદ' કહેવામાં આવે છે, સંશયવાદ કહી શકાય નહિ. વસ્તુતઃ સ્યાદ્વાદ સંશયવાદ નથી, પણ સાપેક્ષ નિશ્ચયવાદ છે.
આ ઉલ્લેખ “જૈનતર દષ્ટિએ જૈન” નામના પુસ્તકમાં પ્રગટ થયેલ છે.] - કાશીના સ્વર્ગત મહામહોપાધ્યાય શ્રીરામમિત્ર શાસ્ત્રીએ પોતાના “સુજન-સમેલન” નામના વ્યાખ્યાનમાં, જે સ્વતંત્ર પુસ્તિકારૂપે પ્રકટ થયેલ છે, સ્વાદાદ યા અનેકાંતવાદની યુક્તિયુક્તતા અને ઉપયોગિતા * પતિપુરસ્સર જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org