________________
: ૪૧૨ :
જૈન દર્શન
એ દષ્ટિની વ્યાપકતા, મહત્તા અને ઉપયોગિતા સમજી શકાય છે. આ ઉદાર દષ્ટિના પવિત્ર બળથી જ મતસંઘર્ષણજનિત કેલાહલે શમી જઈ માનવસમાજમાં પરસ્પર સમભાવ સધાય છે. આ સમભાવ અથવા સામ્યને પ્રચાર એ અનેકાન્તવાદને ઉદ્દેશ છે. ફલિતાર્થ એ થયે કે અનેકાતવાદ એટલે સમન્વયવાદ અને એમાંથી નીપજનારું કલ્યાણભૂત ફળ તે સામ્યવાદ અર્થાત્ સમભાવ, જેમાંથી વ્યાપક મૈત્રીભાવ ફલિત થઈ મનુષ્યભૂમિ કલ્યાણભૂમિ બની જઈ શકે છે.
સ્યાદ્વાદના સંબંધમાં કેટલાકનું એમ કહેવું થાય છે કે તે નિશ્ચયવાદ નથી, કિન્તુ સંશયવાદ છે; અર્થાત , એક જ વસ્તુને નિત્ય સમજવી અને અનિત્ય પણ સમજવી, અથવા એક જ વસ્તુને સત્ માનવી અને અસત્ પણ માનવી એ સંશયવાદ નહિ તે બીજું શું ? પરંતુ આ કથન અયુક્ત છે એમ અત્યાર સુધીના વિવેચન ઉપરથી જોઈ શકાય છે. સંશયના સ્વરુપથી જે માહિતી છે તે આ સ્યાદ્વાદને સંશય
ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન આનંદશંકર બાપુભાઇ ધ્રુવ “સ્યાદાદ સિદ્ધાંત વિષે પિતાને અભિપ્રાય જણાવતા કહેતા કે સ્યાદ્વાદને સિદ્ધાંત અનેક સિદ્ધાંતો અવલેકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યું છે. સ્યાદ્વાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ આપણી સમક્ષ ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે વિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ પૂરી રીતે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદને સિદ્ધાંત ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું નથી માનતો. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિંતુ તે વસ્તુદર્શનની વ્યાપક કળા આપણને શીખવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org