________________
પંચમ ખંડ
ઃ ૪૧૧ ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુઓથી અવકન કરતી દષ્ટિ એ અનેકાન્ત દષ્ટિ, એટલે એ વિશાળ યા વ્યાપક દષ્ટિ. એનાથી વસ્તુની બરાબર માહિતી મળે.
જેમ હાથીના કેવળ એક એક જ અવયવને સ્પર્શવાથી હાથીની માહિતી ન થઈ શકે, તેમ વસ્તુના કેવળ એક એક જ અંશને સ્પર્શવાથી વસ્તુની બરાબર માહિતી ન થાય. હાથીની માહિતી માટે તેના મુખ્ય મુખ્ય અંશે બધા સ્પર્શવા જોઈએ. તેમ વસ્તુને તત્ત્વતઃ પિછાનવા માટે તેનાં સંભવિત અને શક્ય બધાં સ્વરૂપે માલૂમ કરવાં જોઈએ. જેમ એક બાજુએ ચાંદીથી અને બીજી બાજુએ સેનાથી મઢેલી ઢાલને ચાંદીવાળી બાજુથી જોનાર ચાંદીની કહે અને સોનાવાળી બાજુથી જેનાર સેનાની કહે એ પૂર્ણ સત્ય નથી, પણ યથાસ્થિત રીતે અંશતઃ ચાંદીની અને અંશતઃ સેનાની કહેવી એ પૂર્ણ સત્ય છે, તેમ વસ્તુનું સ્વરૂપ જે પ્રકારનું હોય તે પ્રકારે સમજવું અને કથવું એ જ્ઞાન અને કથન યથાર્થ (પૂર્ણ સત્ય) કહેવાય, અને તે એક બાજુને જેનારી એકાન્તદષ્ટિથી ન થઈ શકે, પણ અનેક બાજુઓને જેનારી અનેકાન્તદષ્ટિથી થઈ શકે. અનેકાન્તદષ્ટિ વસ્તુના અનેક ધર્મો જુએ છે, જુદી જુદી અપેક્ષાએ સંભવિત ( વસ્તુના) અનેક ધર્મો તે અવલોકન કરી શકે છે, અને એથી વસ્તુની અનેક બાજુ તપાસાવાથી વસ્તુસ્વરૂપની બરાબર ચેખવટ થઈ શકે છે. બીજા માણસનું દૃષ્ટિબિંદુ અને તેની અપેક્ષાદષ્ટિ તે પારખી શકે છે અને તેને અબાધિત રીતે થઈ શકતે સમન્વય કરવા યત્ન કરે છે. વિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા શક્ય સમયે કરી ભિન્ન યા વિરુદ્ધ દેખાતા તેની સમુચિત રીતે સંગતિ કરવી એ અનેકાન્તદષ્ટિનું સ્વરૂપ છે. આ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org