________________
: ૪૦૮ :
જૈન દર્શન ઓળખી લેવાય છે, તે ઉપરથી તમામ ઘેડા એક-બીજાથી વિશેષતા-ભિન્નતા-પૃથફતાવાળા પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણે સર્વ વસ્તુ સામાન્ય-વિશેષ–સ્વરૂપવાળી સમજી શકાય છે. વસ્તુનું સ્વરૂપ આ સામાન્ય અને વિશેષ પરસ્પરસાપેક્ષ છે. આમ, પ્રત્યેક વસ્તુને સામાન્યવિશેષ-ઉભયરૂપ સમજવી એ અનેકાન્તદર્શન છે.
સામાન્ય બે પ્રકારનું છે: તિર્લફસામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય, ભિન્ન ભિન્ન અધોમાં “અશ્વ” “અ” [ “ઘડે” “ઘોડે”] એવી એકાકાર પ્રતીતિ જે થાય છે તે અશ્વસ્વરૂપ ધર્મને લઈને. આ અશ્વત્વ, જે, સમગ્ર અશ્વોનું એક સામાન્ય સ્વરૂપ છે તે “તિર્યક્રૂસામાન્ય છે અને, એક જ વ્યક્તિ અથવા પદાર્થમાં નિરન્તર પરિવર્તમાન પર્યામાં જે સામાન્ય તત્વ અનુગત [ અનુસ્મૃત ] હોય છે તે “ઊર્ધ્વતા સામાન્ય છે. જેમકે સુવર્ણના કટક, કુંડલ, કંકણ વગેરે ભિન્ન ભિન્ન આકારના પદાર્થોમાં અનુગત જે સુવર્ણ તે “ઊર્ધ્વતા સામાન્ય છે. તે જ પ્રમાણે, એક જ વ્યક્તિ બાળક, કુમાર, ચવા, પૌઢ, વૃદ્ધ વગેરે અવસ્થાઓમાં થઈને પસાર થતી હેવા છતાં આપણને તે વ્યક્તિ તેની તે જ એવું–જે સામાન્ય તત્વનું ભાન થાય છે તે “ઊર્ધ્વતાસામાન્ય” છે.
વિશેષ બે પ્રકારને છેઃ ગુણ અને પર્યાય. આ બાબતમાં જરા વિચારીએ.
કેઈ પુદ્ગલરૂપ [વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ ] વગરનું કયારેય હેતુ નથી, રૂપ પુદ્ગલ સાથે સદા સહભાવી છે. પણુ-સામાન્યતઃ રૂપ પુદ્ગલ સાથે સદા સહભાવી છતાં–નીલ, પત વગેરે વિશેષ વર્ણ આદિ પુદ્ગલ સાથે સદા સહભાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org