________________
પંચમ ખંડ
: ૪ ૦૭ :
છે. પરંતુ અન્યવર્ણ વાળ નથી. આમ દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવે સત્ (અસ્ત) છે અને પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર–કાલ અને પર–ભાવે અસત્ (નાસ્તિ) છે. આમ, વસ્તુ કે વ્યક્તિ “શું છે” અને “શું નથી” એમ બન્ને રીતે તપાસાય ત્યારે એનું સ્વરૂપ બરાબર નિર્ણત થઈ શકે છે અતઃ વસ્તુ સત્ અસત્-ઉભયાત્મક સિદ્ધ થાય છે. - ઘટ સ્વ-રૂપ(પિતાના રૂપ)થી પણ સત્ ન હોય તે તે સર્વથા અસત્ બની જશે અને જે સ્વ-રૂપ (પિતાના સ્વરૂપ) સિવાય અન્યદીપ (પટ વગેરે ચીજોના) સ્વરૂપથી પણ સતું હોય તે ઘટ પટાદિસર્વદ્રવ્યરૂપ બની જશે. એ જ પ્રમાણે, ચેતન આત્મા પિતાના સ્વરૂપથી સત્ છે, પણ જે અચેતનદ્રવ્યરૂપથી પણ સત થવા જાય તે? તે ચેતન આત્માનું વિશિષ્ટ સ્વરૂપ જ રહેવા ન પામે અહીં એ ખ્યાલમાં લેવું આવશ્યક છે કે દરેક વસ્તુ-વ્યક્તિનું પોતાનું નિજ દ્રવ્યાદિ સ્વરૂપ એ તેનું વિશિષ્ટ સ્વરૂપ છે. બિલકુલ સરખી અને સમાન ચીજોમાં પણ દરેક વસ્તુવ્યક્તિનું તિપિતાનું વ્યક્તિત્વ, પિત પિતાનું દ્રવ્યાદિ વિશિષ્ટ સ્વરૂપ ભિન્ન ભિન્ન જ છે. આમ પોતાના વિશિષ્ટ સ્વરૂપથી જ દરેક વસ્તુ સત્ છે અને પરરૂપથી અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્વ અને અમુક અપેક્ષાએ અસત્ત્વ એ બને ધર્મો ચેતન-અચેતન દરેક વસ્તુમાં પ્રાપ્ત થાય છે.
વળી સ્યાદ્વાદનું એક વધુ ઉદાહરણ જોઈએ. વસ્તુમાત્રમાં સમાન ધર્મ અને વિશેષ ધર્મ રહેલા છે. જુદા જુદા ઘડાએમાં “ઘ” “ઘડે” એવી જે એકાકાર(એકસરખી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ જ બતાવી આપે છે કે બધા ઘડાઓમાં સમાન ધર્મ–સામાન્ય તત્ત્વ-સમાનતા-એકરૂપતા છે. પરંતુ ઘણું ઘડાઓમાંથી પિતપોતાને ઘેડો અથવા અમુક ઘડો જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org