________________
: ૪૦૬ :
જૈનદર્શન બીજી વસ્તુના ગુણે ધર્મોથી નહિ. બીજી વસ્તુના ગુણધર્મોથી [ બીજાના સ્વરૂપથી] “સત્ ” ન હોઈ શકે ત્યારે કેવી હાઈ શકે ? “ અસત્ ”.
ઉપર કહ્યા પ્રમાણે અપેક્ષાદષ્ટિએ “સત્ ” “અસત્ ” પણ સમજી શકાય છે. લેખન કે વસ્તૃત્વશક્તિ નહિ ધરાવનાર એમ કહે છે કે “હું લેખક નથી” અથવા “હું વક્તા નથી અથવા કઈ એમ કહે છે કે “ હું વતા છું, પણ લેખક નથી” આ શબ્દપ્રયોગમાં “હું” પણ કહેવાય છે અને સાથે જ નથી” પણ કહેવાય છે, અથવા “હું અમુક છું” પણ કહેવાય છે અને સાથે જ “હું અમુક નથી, પણ કહેવાય છે, અને તે યુક્ત જ છે. કારણ કે “હું” પિતે “સત્ ” છતાં મારામાં લેખન કે વસ્તૃત્વશક્તિ નહિ હોવાથી તે શક્તિરૂપે
હું નથી,” અર્થાત્ “હું લેખક વક્તારૂપે નથી”; અથવા હે વક્તા હોવા છતાં મારામાં લેખનશક્તિ ન હોવાથી તે શક્તિરૂપે “હું નથી,” અર્થાત્ “હું લેખકરૂપે નથી.” આવા પ્રકારનાં સર્વસુગમ ઉદાહરણથી સમજી શકાય છે કે સત્ પણ પિતામાં જે સત્ નથી તેની અપેક્ષાએ અસત્ ગણાય. આ પ્રમાણે જુદા જુદા દષ્ટિબિંદુની અપેક્ષાએ એક વસ્તુમાં સવ અસવને સ્યાદ્વાદ ઘટી શકે છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિચારતાં ઘટ (દરેક પદાર્થ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત્ છે અને બીજાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત્ છે. જેવી રીતે કાશીમાં શિયાળામાં ઉત્પન્ન થયેલ માટીને કાળો ઘટ, દ્રવ્યથી માટીને છે, અર્થાત્ મૃત્તિકારૂપ છે, પરંતુ જલરૂપ નથી. ક્ષેત્રથી કાશીમાં બને છે, પરંતુ બીજા ક્ષેત્રને નથી. કાળથી શિયાળામાં બને છે, પરંતુ બીજી ઋતુને નથી. ભાવથી શ્યામવર્ણવાળો
પામાં જે સ ારણેથી સમય લેખકરૂપ નથી, છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org