________________
પંચમ ખંડ
: ૪૦૫ ૪
નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમ જ તેને કોઈ સ્થાયી (અનુસ્મૃત) આધાર ન હોવાને લીધે એ ક્ષણિક પરિણામ પરંપરામાં સજાતીયતાને અનુભવ થવે ક્યારે પણ શક્ય નહિ બને, અર્થાત્ પહેલાં કોઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં આ તે જ વસ્તુ છે” એવું જે પ્રત્યભિજ્ઞાન થાય છે તે કઈ પણ રીતે શક્ય નહિ બને. કેમકે પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે, તેમ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે.
એકાન્ત ક્ષણિકવાદમાં સ્મૃતિ જ બની શકતી નથી. કેમકે જે ક્ષણ-પર્યાયે અનુભવ્યું તે નિરન્વય નષ્ટ થયે, એટલે તેના અનુભવેલને બીજે ક્ષણ પર્યાય શી રીતે સ્મરી શકે ? અનુભવનાર એક અને સ્મરનાર બીજો એમ બની શકતું નથી.
સ્કૃતિ અને પ્રત્યભિજ્ઞાન અશક્ય બનવાથી જગતના પરસ્પરના લેણદેણના જ નહિ, જીવનના સમગ્ર વ્યવહારની ઉપષત્તિ દુર્ઘટ બની જવાની.
એ જ રીતે, જડ અથવા ચેતન તત્વ માત્ર નિર્વિકાર હેય તે એ બન્ને તત્ત્વના મિશ્રણરૂપ જગતમાં ક્ષણ ક્ષણમાં માલૂમ પડતી વિવિધતા, રૂપાન્તર દશા ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યવાદને જૈનદર્શન યુક્તિ સંગત માને છે. વસ્તુને સદસદુવાદ પણ સ્યાદ્વાદ છે. વસ્તુ “સત્ ” કહેવાય છે તે તેને લઈને? એ વિચારવું જોઈએ. પિતાના જ ગુણથી
પિતાના જ ધર્મોથી દરેક વસ્તુ “સત્ ” હોઈ શકે છે, બીજાના ગુણેથી નહિ. ગુણ પિતાને ગુણેથી ગુણ છે, બીજાના ગુણોથી નહિ. ધનવાન પોતાના ધનથી ધનવાન છે, બીજાના ધનથી નહિ. બાપ પિતાના પુત્રથી બાપ છે, બીજાના પુત્રથી નહિ. એ પ્રમાણે દરેક વસ્તુ પિતાના ગુણ-ધર્મોથી “સ” છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org