________________
: ૪ ૦૪ :
જૈન દર્શન એકાન્ત નિત્યવાદ કે એકાન્ત અનિત્યવાદ સદોષ છે, પણ નિત્યાનિત્યવાદ નિર્દોષ છે.)
સના સ્વરૂપ વિષે ભિન્નભિન્ન દર્શનેનાં ભિન્નભિન્ન મંતવ્ય છે. વેદાન્ત દર્શન પૂર્ણ સતરૂપ બ્રહ્મને કેવળ ધ્રુવ (નિત્ય) જ માને છે. બૌદ્ધ દર્શન સત્ પદાર્થને સર્વથા (નિરવય) ક્ષણિક (માત્ર ઉપાદ-વિનાશશીલ) માને છે. સાંખ્યદર્શન ચેતનતત્વરૂપ સતને કેવળ ધ્રુવ (કૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિ તત્ત્વરૂપ સતુને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે તૈયાયિકેવૈશેષિકે સત પદાર્થોમાંથી પરમાણુ કાળ, આત્મા વગેરે કેટલાંક સત્ તને કૂટસ્થનિત્ય અને ઘટ, પટ વગેરે સત્ પદાર્થોને માત્ર અનિત્ય (માત્ર ઉત્પાદ-વિનાશશીલ) માને છે. પરંતુ જૈનદર્શનનું મંતવ્ય એવું છે કે ચેતન કે જડ, મૂર્ત કે અમૂત, સ્થૂલ કે સૂક્ષ્મ બધા સત્ કહેવાતા પદાર્થો ઉત્પાદ, નાશ અને ધ્રૌવ્ય એ ત્રયાત્મક છે.
અગાઉ જણાવ્યું છે તેમ પ્રત્યેક વસ્તુમાં એક અંશ એ છે કે જે સદા શાશ્વત છે અને બીજો અંશ અશાશ્વત છે. શાશ્વત અંશના ગે પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના વેગે ઉત્પાદ-વ્યાયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અંશેમાંથી કેઈ એક જ અંશ તરફ દષ્ટિ જવાથી વસ્તુ ફક્ત અસ્થિરરૂપ અથવા ફક્ત સ્થિરરૂપ માલુમ પડે છે, પરંતુ બને અંશે તરફ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ, યથાર્થ સ્વરૂપ માલુમ પડે છે. એથી એ બન્ને દષ્ટિઓના અનુસારે જ જેનદર્શન સત્ વસ્તુને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એ ત્રયરૂપ બતાવે છેએક (અસ્થિરગેચર) દષ્ટિના હિસાબે ઉત્પાદ–નાશરૂપ અને એક (સ્થિરગોચર) દષ્ટિના હિસાબે ધ્રૌવ્યરૂપ. ,
જે બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org