________________
૪૦૨ :
જૈન દર્શન આત્માને નિત્ય માનીને પણ “પરિણામી” માનવામાં આવે તે નિરંતર ઊપજતા, વિણસતા એના સમગ્ર પર્યાયે (પરિણામે)માં એ (આત્મા) સ્થાયી-સ્થિર–સ્થિતિશીલ હોવાથી એનામાં જુદા જુદા વખતની જુદી જુદી અવસ્થાઓ- જુદા જુદા સમયનાં ભિન્ન ભિન્ન પરિવર્તન ઘટી શકે, અને જુદા જુદા સમયમાં એણે કરેલ સત્કર્મ-દુષ્કર્મનાં સારાં-બુરાં ફળ ગમે તેટલા સમયના અથવા જન્મના ગાળા પછી પણ એને મળી શકે. કૂટસ્થનિત્યમાં તે કંઈ પણ અવસ્થાન્તર, સ્થિત્યન્તર યે વિભિન્ન પરિણામની શક્યતા ન હોવાથી પુણ્ય-પાપની ભિન્ન ભિન્ન વૃત્તિ-પ્રવૃત્તિઓ અને સુખ–દુઃખ આદિની ભિન્ન ભિન્ન અવસ્થાઓ ઘટી શકે તેમ નથી. ચેતનસ્વરૂપ આત્મામાં જ નહિ, દરેક અચેતન જડ પદાર્થમાં પણ ક્ષણે ક્ષણે થતા અન્યાન્ય પરિણમેને પ્રવાહ ચાલુ જ હોય છે. વસ્તુમાત્રા પારવર્તનશીલ છે. ક્ષણે ક્ષણે એના પર્યાયે બદલાયા કરે છે. ફલિતાર્થ એ છે કે ચેતન આત્મતત્વ, જે નિત્ય છે તેને પણ
૪ મહાત્મા બુદ્ધને એક વખતે ચાલતાં ચાલતાં એમનાં પગમાં કોટે વાગે, ત્યારે તેમણે પોતાના ભિક્ષુઓને કહ્યું
इत एकनवति कल्पे शक्त्या में पुरुषो हतः । તેન Íવિવારે વારે ઘોડમિ મિક્ષવ! .
અર્થાત હૈ ભિક્ષુઓ ! આ ભવથી એકાણુમા ભવમાં મેં એક પુરુષને શક્તિથી હર્યો હતે એ કર્મના વિપાકે ભારો પગ વિંધાયો.
* ફૂટસ્થ” એટલે કૂટની જેમ, અર્થાત પહાડના શિખરની જેમ, અથવા જે લેઢાના ઘણના આધાર પર ટિપાય છે તેની જેમ સ્થિર કોઈ તત્ત્વને સર્વથા અપરિણામી નિર્વિકાર જણાવવા માટે “ફૂટસ્થ ” શબ્દ વાપરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org