________________
પંચમ ખંડ
: ૪૦૧ : ફેરફાર [ પર્યાયે ની વાત તો દૂર રહી, પણ કુંડલ, કંઠી, કડું, કંકણ કંદોરો વગેરે એનાં ભિન્ન ભિન્ન રૂપાંતરે પણ એનાં (સુવર્ણનાં ) જ છે, એનાં એ બધાં રૂપાંતરમાં-એના એ બધા ભિન્ન ભિન્ન આકારરૂપ પર્યાયમાં એ (સુવર્ણ) બરાબર અનુસ્મૃત ( અનુગત) રહે છે, તેમ આત્માના એક જ જન્મની નહિ, પણ જુદાં જુદાં જન્મની વિવિધ અવસ્થામાં પણ આત્મા (એ વ્યક્તિ) અખંડ બન્યા રહે છે, અને એમ હેય તે જ એનાં એક જન્મનાં કરેલ સુકૃત-દુષ્કૃતનાં સારા-માઠાં ફળ એને સમય ઉપર એ જ જન્મમાં અથવા બીજા જન્મમાં યા ઘણાં જન્મ પછીના ભવમાં મળી શકે, અને તે જ એનાં કૃત્યેની જવાબદારી જળવાઈ રહી શકે, અને તે જ એને કમક (જન્મ-જન્માન્તરમાં કમે ક્રમે થત) વિકાસ સંચિત થતે જઈ શકે, તેમ જ એની–અનેક જન્મમાં-ક્રમશઃ થતી જતી સાધનાના વધતાં જતા ઉત્કર્ષના સંચયના એકઠ્ઠા પરિણામરૂપે કઈ જન્મમાં એ કલ્યાણની ઊંચી ભૂમિ પર આરૂઢ થઈ શકે.
કિંત આત્માને સદાસ્થાયી એક નિત્ય અખંડ દ્રવ્ય માનવાને બદલે કેવલ ક્ષણક્ષણના પર્યાયે જ માનવામાં આવે તે એવું બનશે કે એક ક્ષણના પર્યાયે જે કાર્ય કર્યું હોય તેનું ફળ બીજા ક્ષણના પર્યાયને જ મળવાનું, અર્થાત્ જેણે કર્યું તેને નહિ મળવાનું અને જેણે કર્યું નથી તેને મળવાનું ! આ કેટલી બધી વિસંગતિ ! આ દેને “કૃતનાશ” અને “અકૃતાગમ” કહેવામાં આવે છે (“કૃતનાશ” એટલે જેણે જે કર્યું હોય તેનું ફળ તેને ન મળવું છે, અને “અકૃતાગમ” એટલે જેણે જે કર્યું નથી તેનું ફળ તેને મળવું એ.) * આમ, એકાન્ત ક્ષણિકવાદમાં પણ સુખદુઃખ–ભેગ અને પુણ્ય-પાપ તથા બધ-મેક્ષની ઉપપત્તિ અશક્ય બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org