________________
: ૪૦૦ :.
જૈન દર્શન
નિત્ય માનીને પણ પરિણામી (જુદા જુદા પરિણામમાં પરિણમતે રહેનાર) માનીએ તે જ સુખ-દુઃખ આદિની ભિન્ન-ભિન્ન અવસ્થાઓ, ભિન્ન ભિન્ન પ્રકારના પરિણામે–પરિવર્તને આત્મામાં ઘટી શકે, અને તે જ આત્મામાં પુણ્ય–પાપની અને બન્ધ– મોક્ષની ભિન્નભિન્ન પરિણતિઓ ઘટી શકે.
જેમ, આત્માને એકાંત નિત્ય માનવામાં ઉપરની વાતે સંગત થતી નથી, તે જ આપત્તિ આત્માને એકાંત અનિત્ય [ સર્વથા ક્ષણિક] માનવામાં પણ ઊભી થાય છે. વસ્તુના સતત નિરન્તર પરિવર્તમાન પર્યા-વિવર્તી–પરિણામે-પરિ વર્તનમાં અનુસ્મૃત એક સ્થાયી દ્રવ્ય માનવું ન્યાયપ્રાપ્ત છે. આત્મા ભિન્નભિન્ન અવસ્થાઓમાં-ભિન્નભિન્ન પર્યામાં નિરંતર પરિણમત રહેવા છતાં એ બધી ભિન્નભિન્ન અવસ્થાએ અથવા પર્યાયમાં પિતે આત્મારૂપે નિત્ય અખંડ વતે છે. દાખલા તરીકે, કોઈ પુસ્તક, વસ્ત્ર કે છત્રી મેલી થાય કે એના પર છાંટા યા ડાઘા પડે અથવા સારે રંગ પૂરાય તે એથી જેમ એ પુસ્તક, વસ્ત્ર કે છત્રી–એ વ્યક્તિ–મટી જતી નથી, તેમ આત્માની અવસ્થામાં, એના ભાવમાં પરિવર્તન થાય એથી એ આત્મા (એ વ્યક્તિ) મટી જતા નથી. જેમ માણસના કે ઘેડા, હાથી વગેરેના શરીરમાં ફેરફાર થવા છતાં એ માણસ કે ઘડે, હાથી (એ વ્યક્તિ) મટી જતું નથી, પણ એ માણસ જ યા એ ઘડે, હાથી જ દૂબળા-જાડે થયે યા બીજી રીતે ફેરફારમાં આવી ગયેલે કહેવાય છે, તેમ આત્મામાં જુદા જુદા પરિણામ થતા રહેવાથી આત્મા મટી જતું નથી. એ પરિણામ, પરિવર્તન કે પર્યાય આત્માના જ હોઈ એ બધામાં આત્મા આત્મારૂપે અખંડ બળે રહે છે. સુવર્ણના-ઝાંખુ પડવું કે ઊજળું થવું –એવા સાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org