________________
: ૩૯૬
જૈન દર્શન પરન્તુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે આકારવિશેષ માટીથી તદ્દન જુદો નથી. તે તે આકારમાં ફેરવાયેલી માટી જ (માટી પિતે જ) જ્યારે “ઘડે,” “કુડું” વગેરે નામેની વ્યવસ્કૃત થાય છે, તે પછી ઘડાને આકાર અને માટી એ બેને તદ્દન જુદાં કેમ માની શકાય? આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઘડાને આકાર અને માટી એ બને ઘડાનું સ્વરૂપ છે. હવે એ ઉભય સ્વરૂપમાં વિનાશી સ્વરૂપ કયું છે અને ધ્રુવ
સ્વરૂપ કયું છે એ જોઈએ. ઘડાને આકાર (પર્યાય) તે વિનાશી છે એ પ્રત્યક્ષ જોઈએ છીએ. એટલે ઘડાનું એક સ્વરૂપ તે-જે ઘડાને આકારવિશેષ છે તે–વિનાશી કર્યું. હવે ઘડાનું બીજું સ્વરૂપ જે માટી છે, તે કેવું છે? તે વિનાશી નથી. કારણ કે માટીના તે તે આકર-પરિણામે-પર્યાયે બદલાયા કરે છે, પણ માટી તે એની એ જ રહે છે, એ આપણને અનુભવસિદ્ધ છે આમ, ઘડાનું એક વિનાશી અને એક ધ્રુવ એમ ઉભય સ્વરૂપ જોઈ શકાય છે. એ ઉપરથી એમ માનવું સહજ પ્રાપ્ત થાય છે કે વિનાશી રૂપથી ઘડે અનિત્ય છે અને ધ્રુવ રૂપથી ઘડે નિત્ય છે આ પ્રકારે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન દષ્ટિકેણથી નિત્યભાવ અને અનિત્યભાવનું દર્શન એ અનેકાન્તદર્શન છે. કંઈક વિશેષ સ્પષ્ટ કરવાની ખાતર કંઈક વધુ દષ્ટિપાત કરીએ.
સર્વ પદાર્થોને ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ વળગેલાં છે.* દાખલા તરીકે એક સોનાની કંઠી લઈએ. સેનાની કડી ભાંગીને દોરે બનાવ્યું, ત્યારે કંઠીને નાશ થયે અને દરે ઉત્પન્ન થયે એ આપણે સ્પષ્ટ જોઈએ છીએ. પણ, કંઠી ભાંગીને તે + “ પાર-ચય-ધ્રૌથયુ "
- - • –તત્વાર્થસૂત્ર, ૫,૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org