________________
પંચમ ખંડ
* ૩૯૫
ભાણેજની અપેક્ષાએ કાકે અને સામે અને પોતાના કાકા તથા મામાની અપેક્ષાએ ભત્રીજો અને ભાણેજ, અને પિતાના સસરા તથા જમાઈની અપેક્ષાએ જમાઈ અને સસરે બને છે, અને એ રીતે એ બધા સંબંધે એક જ વ્યક્તિમાં ભિન્નભિન્ન સંબંધની ભિન્નભિન્ન અપેક્ષાએ સ્વીકારવા સહુ તૈયાર છે, તેમ, નિયત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધ દેખાતા પણ ધર્મો એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાદષ્ટિએ વિચારતાં સંભવતા હોય, સંગત થતા હોય તે કેમ કબૂલ ન રખાય ?
એ પહેલાં જાણવું જોઈએ કે “ઘટ” શી વસ્તુ છે? એક જ માટીમાંથી ઘડે, કુંડું વગેરે અનેક પાત્ર બને છે, એ બધાઓને સુવિદિત છે. ઘડે ફેડી તે જ માટીથી બનાવેલ કુંડાને કઈ ઘડો કહેશે ? નહિ, કેમ? માટી તે એની એ છે? પરન્તુ નહિ, આકાર બદલાયે હેવાથી તે “ઘડે” કહેવાય નહિ. વારૂ, ત્યારે એથી એમ સિદ્ધ થયું કે “ઘડે એ માટીને અમુક આકાર-વિશેષ (એક વિશેષ પર્યાય) છે. વહારિક” પ્રત્યક્ષ એવું નામ આપનાર સહુથી પહેલા જિનભદ્રજી છે. તેમણે એમ કરી ઉક્ત સૂત્રોની સંગતિ પણ કરી છે અને લેમતને પણ સાચવી લીધો છે. એ પછી શ્રીઅકલંકદેવે એ જ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણના એ બે ભેદને પ્રતિષ્ઠિત કર્યા. ઉપરાંત, તેમણે સ્મૃતિ-પ્રત્યભિજ્ઞા-તર્કઅનુમાન-આગમ એ પ્રમાણે પક્ષ પ્રમાણનું કરેલું વિભાગીકરણ તે તેમનું બુદ્ધિકૌશલ છે, જે આજ લગી સમગ્ર જૈનાચાર્યોથી સાદર સ્વીકૃત છે.
સિદ્ધસેન દિવાકરને “ન્યાયાવતાર ” એ તાર્કિક સંસ્કારના બલાત્મ બનતા જતા વાતાવરણની ઊપજ છે. “ ન્યાયાવતાર' ગત “ન્યાય ” શબ્દ મુખ્યત્વેન અનુમાનને સૂચક હશે. કેમકે અનુમાનનું અવતરણ એ કાન્નિશિકાત્મક નાના ગ્રન્થમાં બહુ વધારે જગ્યા લઈ બેઠું છે. આ ન્યાયાવસ્તારમાં પ્રત્યક્ષ-અનુમાન-આગમ એમ ત્રણ પ્રમાણેની વાત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org