________________
પંચમ ખંડ
: ૩૯૭ :
તમામ સુવર્ણને બનાવેલ દોરો તદ્દન–સર્વથા-નવી જ વસ્તુ ઉત્પન્ન થઈ એમ કહી શકાય નહિ. દોરાને તદ્દન નવીન ઉત્પન્ન થયેલે ત્યારે જ માની શકાય કે કંઠીની કઈ પણ વસ્તુ તે દેરામાં આવી ન હોય. પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવર્ણ દિરામાં ઊતરી આવ્યું છે, માત્ર કંઠીને આકાર જ બદલાયે છે, તે પછી દેરાને સર્વથા નવીન ઉત્પન્ન થયેલે કેમ કહેવાય ? એવી જ રીતે કંઠીને સર્વથા નાશ થયે પણ ન કહેવાય. કંઠીને સર્વથા નાશ થયે ત્યારે જ માની શકાય કે કંઠીની કેઈ પણ ચીજ નાશથી બચી ન હોય. પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવર્ણ જેમનું તેમ દેરામાં ઊતર્યું છે, તે પછી કંઠીને સર્વથા નાશ પામેલ કેમ માની શકાય ? આ હકીકતથી એ વાત સારી પેઠે ધ્યાનમાં ઊતરે છે કે કંઠીને નાશ, કંઠીની આકૃતિને (કંઠીના પર્યાયને) નાશ થયે એટલા પૂરતું છે, અને દેરાની ઉત્પત્તિ, દેરાને આકાર (પર્યાય) ઉત્પન્ન થયે એટલા પૂરતી છે, જ્યારે એ કંઠી અને દેરાનું બનેનું-સુવર્ણ તે એક જ છે. કંઠી અને દોરે એ એક જ સુવર્ણના આકારભેદો (પર્યાયભેદો) સિવાય બીજું કશું નથી.
આ ઉપરથી કોઈ પણ કહી શકશે કે કંઠીને ભાંગી બનાવેલ દેરામાં, દેરાના આકારે ઉત્પત્તિ, કંઠીરૂપે નાશ તથા સુવર્ણની સ્થિતિ એ પ્રમાણે ઉત્પાદ, નાશ અને સ્થિતિ (ધ્રુવ7) એ ત્રણે બાબતે બરાબર અનુભવાય છે. આવાં ઉદાહરણે જ્યાં નજર નાખે ત્યાં હાજર છે. ઘર જ્યારે પડી ભાંગી જાય છે, ત્યારે તે ઘર જે વસ્તુઓથી બનેલું હતું તે બધી વસ્તુઓ તદ્દન નાશ પામી જતી નથી. તે બધા પદાર્થો રૂપાન્તરે સ્થૂલરૂપે અથવા સૂમરૂપે, અન્તતઃ પરમાણુરૂપે તે અવશ્ય જગત્માં રહે છે. આથી તે ઘરને સર્વથા નાશ તત્વદષ્ટિએ ઘટી શકે નહિ. કઈ પણ સ્કૂલ વસ્તુ- વીખરાઈ જતાં તેના અણુઓ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org