________________
: ૩૯૨ :
જૈન દર્શન યથાસ્થિત સ્વરૂપ સમજવામાં ન આવતાં અવળું સ્વરૂપ સમજવામાં આવે છે તે વસ્તુના સંબંધે અથવા તેવી સમજણના લીધે જે પ્રવૃત્તિ થાય તે બરાબર હતી કે થતી નથી. રસ્સીને સાપ સમજવા જે ભ્રમ થાય તે કંઈ પણ વાસ્તવિક કારણ વિના ભયના માયે શરીર કંપવા માંડે છે. મૃગજળને ખરું જળ માની, તરસ છીપાવવાની ઈચ્છાથી, તેની પાછળ આશાભેર દેડવામાં આવતાં તે પ્રયાસ નિષ્ફળ જાય છે અને નિરાશા પેદા થાય છે. મિત્રને શ્રમથી મિત્ર માનવામાં આવે અથવા શત્રુને ભ્રમથી મિત્ર માનવામાં આવે તે તેમના પ્રત્યે જે પ્રવૃત્તિ થાય છે તે બરાબર ન થતાં વિપરીત થાય છે. આ બધાં ભ્રમજનિત પ્રવૃત્તિનાં ઉદાહરણ છે. ભ્રમ એટલે ઊંધી સમજ, એને જ્ઞાનમાં [ સાચા જ્ઞાનમાં ] સમાવેશ થતું નથી.
તૃતિય ખંડના ૧૫મા લેખમાં જણાવ્યા મુજબ, મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાનમાં છેલ્લાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ (પારમાર્થિક પ્રત્યક્ષ) છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન
પરોક્ષ છે. કૃતજ્ઞાન પક્ષ પ્રમાણને એક ભેદ જે “આગમ” છે તેનું નિર્દેશક . મતિજ્ઞાનમાં એક વિભાગ, જે ઈન્દ્રિ દ્વારા થતાં રૂપદર્શનાદિ જ્ઞાનેને છે, તે (ઈન્દ્રિયાદિરૂપ પર નિમિત્તથી ઉત્પન્ન થનારે હાઈ વસ્તુતઃ “પરોક્ષ’ ગણાવા છતા) સાંવ્યવહારિક પ્રત્યક્ષ” કહેવાય છે, અને મરણ, ત, અનુમાન વગેરે પ્રકારનો-મતિજ્ઞાનને બીજો વિભાગ “પક્ષ પ્રમાણમાં અન્તર્ભત છે. આમ, જ્ઞાનપંચકરૂપ પ્રાચીન વિભાગ સાથે પ્રત્યક્ષ-પેરેક્ષરૂપ બે પ્રકારના પ્રમાણવાળા વિભાગને મેળ બેસો જાય છે. •
* અનુયોગદ્વાર સૂત્ર (પત્ર ૨૧૧)માં પ્રત્યક્ષ, અનુમાન ઉમાન, આગમ એમ ચાર પ્રમાણે ઉલ્લેખ છે. એ પ્રમાણેની વિચારણ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org