________________
૯ ૩૮૮ :
જૈન દર્શન કરવાને જે અધ્યવસાય તે તર્ક છે. ઉદાહરણાર્થ, ધૂમ-અગ્નિની બાબતમાં આમ તર્કશું કરી શકાય કે, જે અગ્નિ વિના પણ ધૂમ હોય તે તે અગ્નિનું કાર્ય બનશે નહિ, એટલે એમની પરસ્પર કાર્ય-કારણતા છે તે ટકશે નહિ, અને એમ થવાથી ધૂમની અપેક્ષાવાળા અવશ્ય અગ્નિની જે શેધ કરે છે તે કરશે નહિ. આવા પ્રકારના તર્કવ્યાપારથી એ બેની વ્યાપ્તિ નક્કી થાય છે; અને વ્યાપ્તિના જ્ઞાનથી અનુમાન ઘડાય છે. ધૂમગત એ વ્યાપ્તિનિયમ માલૂમ ન હોય ત્યાં સુધી, ધૂમ દેખાવા છતાં અગ્નિનું અનુમાન ઊગી શકે નહિ એ ખુલી વાત છે. ધૂમગત એ વ્યાપ્તિનિયમ જે સમજે છે તે જ મનુષ્ય ધૂમ દેખી તે સ્થળે અગ્નિ હોવાનું અનુમાન કરી શકે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અનુમાન માટે વ્યાપ્તિનિશ્ચય થવાની જરૂર છે અને વ્યાતિનિશ્ચય કર્ણાધીન છે.
સાઇના સાધ્વજ્ઞાનનુમાન અર્થાત્ સાધનથી–હેતુથી સાધ્યનું (પરોક્ષ સાધ્યનું) જ્ઞાન થવું તે અનુમાન છે. મતલબ કે સાધનની ઉપલબ્ધિ થતાં તથા સાધનગત (સાધ્ય તરફની) વ્યાપ્તિનું સ્મરણ થતાં સાધ્યનું અનુમાન થાય છે. દાખલા તરીકે, જેણે ધૂમ અને અગ્નિને વિશિષ્ટ સંબંધ જા છે, અર્થાત, અગ્નિ તરફની વ્યાપ્તિ ધૂમમાં છે એ જે સમજે છે તે માણસ કોઈ સ્થળે ધૂમ જોઈ અને તદુગત (ધૂમગત) વ્યાપ્તિને [ અગ્નિ તરફની વ્યાપ્તિને ] મરી તે સ્થળે અગ્નિ હોવાનું અનુમાન કરે છે. આ પ્રમાણે અનુમાન થવામાં સાધનની (હેતની ઉપલબ્ધિ અને સાધનમાં રહેલી સાધ્ય તરફની વ્યાપ્તિનું મરણ એ બંને અપેક્ષિત છે.
- , કે અહીં અનુમાનપ્રગના થડા નમૂના પણ જોઈ લઈએ... (૧) અમુક પ્રદેશ અગ્નિવાળે છે, ધૂમ હેવાથી. (૨) શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org