________________
પંચમ ખંડ
= ૩૮૭: અગ્નિ અવશ્ય હોય છે) એ થશે ધૂમમાં “અન્વય, અને અગ્નિ ન હેતાં ધૂમ હેતે જ નથી એ થયે ધૂમમાં “વ્યતિરેક’. આમ અગ્નિ તરફના અન્વય અને વ્યતિરેક બને ધૂમમાં હોવાથી ધૂમમાં અગ્નિ તરફની વ્યાપ્તિ રહેલી સમજવામાં આવે છે. કેમકે ધૂમ અગ્નિને પૂર્ણપણે અનુસરનાર છે.
ધૂમ અગ્નિથી વ્યાપ્ય છે, પણ અગ્નિ ધૂમથી વ્યાપ્ય નથી, અર્થાત્ ધૂમ હોય ત્યાં નિરપવાદરૂપે અગ્નિ હોય છે જ, પરંતુ અગ્નિ હોય છે ત્યાં બધે ધૂમ હોય જ એવું નથી; ધૂમ હેય વા ન પણ હોય. માટે ધૂમથી અગ્નિનું અનુમાન થઈ શકે, પણ અગ્નિથી ધૂમનું અનુમાન ન થઈ શકે. જ્યાં સાધ્ય અને સાધન બને પરસ્પરને સરખી રીતે વ્યાપતાં હોય ત્યાંની વ્યાપ્તિ સમવ્યાપ્તિ કહેવાય. જેમકે રૂપથી રસનું અથવા રસથી રૂપનું અનુમાન કરી શકાય છે.
ઉપર્યુક્ત “વ્યાપ્તિ તર્કથી નિર્ણત થાય છે. દાખલા તરીકે, ધૂમ અગ્નિ વિના હોતે નથી, જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં સર્વત્ર અગ્નિ છે, એ કઈ ધૂમવાનું પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હોય-આ પ્રકારનું ધૂમનું અગ્નિ સાથેનું નિયત સાહચર્ય, જેને “વ્યાપ્તિ’ કહેવામાં આવે છે, તે તર્કથી સાબિત થઈ શકે છે. બે વસ્તુઓ અનેક જગ્યાએ સાથે રહેલી દેખવાથી કે એમને કમભાવી દેખવાથી એમને પરસ્પર વ્યાપ્તિ-નિયમ (સહભાવ કે ક્રમભાવના નિયમરૂપ અવિનાભાવ) સિદ્ધ થઈ શકતે નથી, કિન્તુ એ બેને જુદી પડવામાં અથવા એમને નિયતરૂપે કમભાવી ન માનવામાં શું વધે છે એ તપાસતાં વધે સિદ્ધ થતું હોય તે જ-એટલે કે ઉક્ત પ્રકારને સંબંધ નિઃશંક નિરપવાદ જણાતું હોય તે જ—એ બનેને વ્યાપ્તિનિયમ સિદ્ધ થઈ શકે છે. આવી રીતે એ નિયમની પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org