________________
૩૮૬ :
જૈન દર્શન તક અને અનુમાન
અનુમાનમાં વ્યાપ્તિજ્ઞાનની જરૂર છે. “વ્યાપ્તિ' એટલે અવિનાભાવ સમ્બન્ધ અથવા નિયત સાહચર્ય. જેના વગર જેનું ન હોવું તેની સાથે તેને તે પ્રકારને સમ્બન્ધ તે અવિનાભાવ સખધx. દાખલા તરીકે, અગ્નિ વિના ધૂમનું ન હોવું એ પ્રકારનો અગ્નિ સાથે ધૂમને સમ્બન્ધ છે, માટે એ સમ્બન્ધ અવિનાભાવ સમ્બન્ધ છે-ધૂમને અગ્નિ સાથેને. એ અવિનાભાવ સમ્બન્ધરૂપ “વ્યાપ્તિ” ધૂમમાં હોવાથી ધૂમ વ્યાપ્ય (અગ્નિને વ્યાપ્ય) કહેવાય છે. કેમકે અનિવડે ધૂમ વ્યાપેલે છે; અને અગ્નિ ધૂમને વ્યાપનાર હેવાથી વ્યાપક (ધૂમને વ્યાપક) કહેવાય છે. આમ, વ્યાપક સાથે વ્યાખને સમ્બન્ય, અર્થાત્ વ્યાપક તરફથી વ્યાપ્ત થવાપણું વ્યાખ્યામાં જે વાત છે તેને “વ્યાપ્તિ' કહેવામાં આવે છે. વ્યાપ્યથી વ્યાપકની સિદ્ધિ (અનુમાન) થતી હોવાથી વ્યાપકને “સાધ્ય” કહેવામાં આવે છે, અને એ સિદ્ધિ (અનુમાન), વ્યાપ્ય દ્વારા થતી હોવાથી વ્યાખ્યને “સાધન” કે “ હેતુ” કહેવામાં આવે છે.
વ્યાપ્તિનો નિર્ણય કરવામાં અન્વય-વ્યતિરેકની ચેજના ઉપવેગી થઈ પડે છે. “અન્વય” એટલે સાધ્ય હેતાં જ સાધનનું હોવું (એની મતલબ એ થઈ કે સાધન હતાં સાધ્યનું અવશ્ય હાવું ), અને * વ્યતિરેક’ એટલે સાધ્ય ન હોતાં સાધનનું ન જ હોવું, અગ્નિ હતાં જ ધૂમ હોય છે (અર્થાત્ ધૂમ હતાં
* “અવિનાભાવ” શબ્દનો પદઓદ આ પ્રમાણેઃ અવિનાભાવ અર્થાત “વિના ” એટલે સાધ્ય વિના; અને “અ” અને “ભાવ” અર્થાત અભાવ, એટલે ન હોવું-સાધનનું. અર્થાત્ સાધવિના સાધનનું ન હોવું. આ પ્રમાણે અવિનાભાવ સમ્બન્ને સાધનનું કે હેતુનું એકમાત્ર અસાધારણ લક્ષણ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org