________________
: ૩૭૪ :
જેના દર્શન
કઠિન કાળ પૂરો થતાં એનાં વર્તમાનનાં પુણ્યાચરણ મીઠાં ફળ સાથે એની આગળ ઉપસ્થિત થવાનાં.
માણસનું વર્તમાન જીવન પુણ્યાચરણ કે પાપાચરણ હેય, પણ પૂર્વની એની ખેડનાં ફળ એને મળ્યા વગર કેમ રહે?
વર્તમાન જીવન પુણ્યાચરણી હોય અને પૂર્વની બુરી ખેડનાં માઠાં ફળ એની સાથે જોડાય ત્યારે, તેમ જ વર્તમાન જીવન પાપાચરણ હોય અને પૂર્વની કઈ સારી ખેડનાં મીઠાં ફળ એની સાથે જોડાય ત્યારે સાધારણ જનતાને એ આશ્ચર્યરૂપ લાગે છે, પણ એમાં આશ્ચર્ય જેવું કશુંય નથી. કર્મને નિયમ અટલ અને વ્યવસ્થિત છે. સારાનું સારું અને બુરાનું બુરું એ એનું અબાધિત શાસન છે, એ કુદરતી નિયમ છે; એ કિયાપ્રતિક્રિયાને સ્વાભાવિક નિયમ છે.
અમુક સંજોગ કે અમુક પરિસ્થિતિને અમુક પરિણામ અનુસરે જ અને તેમાં અન્યથા થાય જ નહિ એનું નામ કુદરતી નિયમ. સંજોગ કે પરિસ્થિતિ જેવાં હોય તેવું જ પરિણામ નીપજે એનું નામ કુદરતી નિયમ. એ નિયમ આપણને અમુક કરવાની કે ન કરવાની આજ્ઞા કરતું નથી, પણ અમુક પરિણામ જોઈતું હોય તે અમુક કાર્ય કરે એમ કહે છે, ઘઉં વાવવાથી ઘઉં લણાય છે અને કાંટા વાવવાથી કાંટા મળે છે એમ કુદરત આપણને કહે છે. પરંતુ એ બેમાંથી શું વાવવું તે બાબતમાં કુદરત આપણને હકમ કરી શકતી નથી. આપણને પસંદ હોય તે વાવીએ. કેમકે પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય કુદરતે આપણને પ્રથમથી જ આપ્યું છે. પણ વાવ્યા પછી એકને બદલે બીજું મળે એ આશા રાખવી વ્યર્થ છે. કેમ કે કુદરતી નિયમ અટલ છે. ઘઉં વાવ્યા હોય તે ઘઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org