________________
ચતુર્થ ખંડ
: ૩૭૩ : આ જન્મમાં અગાઉ ક્યારેક યા ગત જન્મમાં કરેલે, પણ તેણે યુક્તિપ્રયુક્તિથી તે વખતે છુપાવેલે, કિન્તુ કર્મના નિયમે તે તેની નોંધ લીધેલી, એટલે તે (કર્મ) ડું પણ અને વળી આ રીતે પિતાનું ફળ તેને ભેગવાવવા ખડું થયું.
કર્મનો નિયમ એ ક્રિયા-પ્રતિક્રિયાને [ક્રિયાની પ્રતિક્રિયાનો] નિયમ છે. તમે બીજાને કરેલે અન્યાય કઈ ને કઈ દ્વારા તમને પાછે મળી જાય છે. સારી ક્રિયાનું સારું અને ખરાબ ક્રિયાનું ખરાબ પરિણામ અચૂક છે. - હિંસક, દગાબાજ, પાપી, અધમી માણસ સુખી દેખાય અને સારે ધમી માણસ દુઃખી દેખાય એવું જે બને છે તે વિષેના ખુલાસામાં આપણે સમજવું જોઈએ કે એક માણસની પાસે અગાઉન ઉપાજેલા-સંઘરેલા ઘઉં પડ્યા છે, એથી એ, હાલ વર્તમાનમાં કેદરા વાવી રહ્યો છે છતાં, હાલ વર્તમાનમાં પૂર્વોપાર્જિત ઘઉંને ઉપભેગ કરી શકે છે, પણ પછી (ઘઉં ખલાસ થતાં), વર્તમાનમાં વાવેલ કેદરા જ એના નસીબમાં આવવાના. આ પ્રમાણે આજને પાપાચરણ માણસ પણ પૂર્વના વિચિત્ર પુણ્ય-કર્મ થી ઉપાર્જિત ધન કે સુખસગવડ વર્તમાનમાં ભેગવી શકે; પણ પછી (એ ભેગવટાને વખત પૂરો થયા બાદ), એનાં વર્તમાનનાં પાપાચરણ માઠાં ફળ સાથે એની સામે ખડાં થવાનાં. એવી જ રીતે, બીજી કઈ માણસ પાસે અગાઉના ઉપાર્જિત-સંગૃહીત કેદરા પડ્યા છે, એથી એ, હાલ વર્તમાનમાં ઘઉં વાવી રહ્યો છે છતાં, હાલ વર્તમાનમાં કેદરાથી ગુજારે કરે છે; પણ પછી (કેદરા ખલાસ થતાં), વર્તમાનમાં વાવેલા ઘઉં એને મળવાના. આ પ્રમાણે આજને પુણ્યાચરણ માણસ પણ પૂર્વનાં દુષ્કૃતથી ઉપાર્જિત દુઃખ વર્તમાનમાં ભેગવે એમ બને, પણ એને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org