________________
ચતુર્થ ખંડ
: ૩૭૫ : અને કાંટા વાવ્યા હોય તે કાંટા મળે, એમાં બીજી વાત થાય જ નહિ. આ પ્રમાણે સત્કૃત્યનાં સુખ–શાન્તિ, અસ્પૃદય, વિકાસ એવાં સારાં ફળ મળે છે, અને દુષ્કૃત્યનાં અશાન્તિ, દુઃખ, અવનતિ, પરાભવ, શેક-સંતાપ એવાં માઠાં ફળ મળે છે. કર્મને આ અચલ સ્થિર નિયમ છે. પિષક, હાનિકારક કે પ્રાણહારક જેવાં ખાનપાન લઇએ તેવી અસર લેનારને થાય, તેમ જે પ્રકારનું વર્તન કરીએ તે પ્રકારની સૂક્ષ્મ અસર જરૂર નીપજવી જોઈએ.
જે માણસ પોતાનાં બાળકે પ્રત્યે બેપરવાહ રહે છે તે ભવિષ્ય માટે વાંઝિયાપણાનું કર્મ વહોરી લે છે. જે પોતાને મળેલ ધનને વગર વિચાર્યું અને ઉડાઉપણે પુરુપગ કરે છે તે ભવિષ્યને માટે ગરીબીને આમંત્રે છે. જે સ્ત્રી-પુરૂ પિતાના પતિ કે પત્નીના પ્રેમની અવગણના કરે છે તે ભવિષ્ય માટે વૈધવ્ય કે વૈધુર્યનાં બી વાવે છે. જે માણસ પિતાને મળેલી સત્તાને દુરુપયોગ કરે છે તે ભવિષ્યની તાબેદારીની તૈયારી કરે છે. જે માણસ પિતાની કુરસદને દુરુપયેાગ કરે છે તે ભવિષ્ય માટે સંકડામણભરેલું જીવન સજે છે. જે પોતાને મળેલી તકે અને સાધનેને સદુપયોગ કરે છે તેને ભવિષ્યમાં વધારે સારી તકે અને વધારે સારાં સાધનો મળે છે. જે પોતાનાં સાધનો અને સંગેના પ્રમાણમાં બનતી લેકસેવા કરે છે તેને ભવિષ્યમાં વધારે સારાં સાધનો અને વધારે અનુકૂલ સંજોગો પ્રાપ્ત થાય છે જે પોતાને મળેલી સત્તાનો સદુપયોગ કરે છે તે ભવિષ્યમાં વધારે મોટી સત્તા પ્રાપ્ત કરે છે. જે અદેખાઈ રાખ્યા વગર અને માલિકી હક્ક કે કોઈ પણ પ્રકારની શરત વગર બીજાને ચાહે છે તે ભવિષ્યમાં ઘણું લેકોને પ્રેમપાત્ર બને છે. જે પિતાના ધનને ઉપગ જનતાની ગરીબી ઓછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org